Not Set/ રાજકોટમાં કોરોનાની રંજાડ : 8 જૈન મહાસતીજી તેમજ ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણીનો સમગ્ર પરિવાર કોરોના ગ્રસ્ત

મુખ્યમંત્રીનું માદરે વતન રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે, રાજકોટ વાસીઓને ચિંતા છતાં મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી ગઈકાલે રાજકોટ આવી પહોંચ્યા હતા અને રાજકોટની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરતા રાજકોટ અને

Top Stories Gujarat
kashmira nathvani રાજકોટમાં કોરોનાની રંજાડ : 8 જૈન મહાસતીજી તેમજ ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણીનો સમગ્ર પરિવાર કોરોના ગ્રસ્ત

 મુખ્યમંત્રીનું માદરે વતન રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે, રાજકોટ વાસીઓને ચિંતા છતાં મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી ગઈકાલે રાજકોટ આવી પહોંચ્યા હતા અને રાજકોટની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરતા રાજકોટ અને મોરબી બંને શહેરોમાં સુવિધા વધારો કરવા માટે તેઓએ જણાવ્યું હતું.રાજકોટમાં ગઇકાલે બપોર પછી 150 અને બપોરે 12 થી સાંજ સુધીમાં 172 નવા કોરોના કેસ નોંધાતા આંકડો 322 થયો છે.તેની વચ્ચે રાજકોટમાં 8 જૈન મહાસતીજીને તેમજ રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણીના પરિવારના સભ્યો કોરોનાની ઝપેટમાં આવી જતાં હડકંપ મચી ગયો હતો. જૈન સમાજ તેમજ રાજકોટવાસીઓ આ બાબતને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે.

મોક્ષ માટે રાહ / દેશના મોટા ભાગના રાજ્યોમાં સ્મશાન ગૃહ ફુલ, અંતિમ સંસ્કાર માટે રાહ જોતા સ્વજનો

kashmira nathvani 2 રાજકોટમાં કોરોનાની રંજાડ : 8 જૈન મહાસતીજી તેમજ ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણીનો સમગ્ર પરિવાર કોરોના ગ્રસ્ત

 રાજકોટમાં 8 જૈન મહાસતીજીને પૂર્ણ પોઝિટિવ આવતા જૈન સમાજમાં ચિંતાની લાગણી પ્રસરી છે, રાજકોટ દિવાનપરા સંઘાણી ઉપાશ્રયમાં બિરાજમાન પૂ.જયશ્રી જી મ.સ. આદિ ઠાણા ત્રણને કોરોના પોઝિટિવ આવ્યો છે, આ ઉપરાંત પૂ. ગુરુદેવ રાજેશમુનિ મ.સાના આજ્ઞાનુંવર્તી પૂ.ચંદનજી મ.સને કોરોના ડિટેક્ટ થયો છે. આ ઉપરાંત પૂ. ગુરૂદેવ ધીરજમુનિ મ.સા આજ્ઞાનુંવર્તી તપસ્વી પૂ. પદ્મા જી મ.સ. રાજકોટ કોરોનાવાયરસ થયેલા છે હાલ તમામ પૂ. મહાસતીજી ઉપાશ્રયોમાં ક્વોરેન્ટાઇન થયેલા છે.

બેદરકારી / લ્યો બોલો! યુપીના શામલીમાં 3 મહિલાને કોરોના ને બદલે હડકવાની રસી અપાઈ

આ ઉપરાંત રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સહિત તેમના સમગ્ર પરિવારને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું બાંધવામાં આવ્યું છે. તેમના પતિ બકુલભાઈ બંને પુત્ર-પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થતાં પરિવારમાં હડકંપ મચી જવા પામ્યો છે. અત્રે બાબત ઉલ્લેખનીય છે કે કાશ્મીરાબેન સગપણમાં રાજકોટમાં સામાજિક અગ્રણી કૌશિકભાઇ અને કશ્યપ ભાઈ શુક્લના બહેન થાય છે. આ બંને પરિવારો પણ કોરોના પહેલેથી જ આવી ચૂક્યો છે. તેમજ ભારદ્વાજ પરિવાર પણ તેઓના સંબંધમાં થાય છે કે જેઓના પરિવારમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે ત્યારે વધુ એક પરિવારમાં કોરોનાનો પ્રવેશ થતાં રાજકોટમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…