Not Set/ અદાણી હોસ્પિટલમાં 5 વર્ષમાં 1000 નવજાત શિશુના મોત થયા,સરકારે આપી માહિતી

ગાંધીનગર, કચ્છમાં આવેલી અદાણી હોસ્પિટલમાં છેલ્લાં 5 વર્ષમાં 1000 જેટલા નવજાત બાળકોના મોત થયા છે.આ મોત અંગેની માહિતી ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં આપી હતી.કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નના ઉત્તરમાં રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે માહિતી આપતા કહ્યું કે હોસ્પિટલમાં નવજાત શિશુના મોત અંગે રાજ્ય સરકારે હોસ્પિટલની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા એક તપાસ સમિતિ રચી હતી. સરકારે રચેલી […]

Top Stories Gujarat Trending
0 12 અદાણી હોસ્પિટલમાં 5 વર્ષમાં 1000 નવજાત શિશુના મોત થયા,સરકારે આપી માહિતી

ગાંધીનગર,

કચ્છમાં આવેલી અદાણી હોસ્પિટલમાં છેલ્લાં 5 વર્ષમાં 1000 જેટલા નવજાત બાળકોના મોત થયા છે.આ મોત અંગેની માહિતી ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં આપી હતી.કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નના ઉત્તરમાં રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે માહિતી આપતા કહ્યું કે હોસ્પિટલમાં નવજાત શિશુના મોત અંગે રાજ્ય સરકારે હોસ્પિટલની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા એક તપાસ સમિતિ રચી હતી. સરકારે રચેલી સમિતિના રિપોર્ટ અનુસાર ભૂજની અદાણી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા નવજાત શિશુનો આંક 2014-15માં 188 અને તે પછીના વર્ષે 187 હતો. ત્યારપછીના વર્ષે આ આંક લગભગ વધીને 276 થઈ ગયો હતો. જ્યારે 2018-19માં અત્યાર સુધીમાં અહીં 159 નવજાત શિશુના મોત થયા છે.

કચ્છમાં ભુજ ખાતે ગુજરાત અદાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝનું સંચાલન પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ અદાણી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનને સોંપાયું છે.

ગત વર્ષે જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ફક્ત પાંચ મહિનામાં જ ગુજરાત અદાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ નામની આ હોસ્પિટલમાં 111 નવજાત શિશુના મોત બાદ થયેલા ભારે ઉહાપોહને પગલે રાજ્ય સરકારે હોસ્પિટલની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા એક તપાસ સમિતિ રચી હતી.

ડેપ્યુટી સીએમ નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે તપાસ સમિતિના રિપોર્ટ પ્રમાણે અદાણી હોસ્પિટલમાં નવજાત શિશુઓ મોટા ભાગે અધૂરા મહિને જન્મ, ચેપી જીવલેણ રોગો, શ્વસનતંત્રની સમસ્યા, જન્મજાત ખોડખાપણ વગેરે સહિતના કારણે મૃત્યુ પામ્યા હતા.

અદાણી ફાઉન્ડેશન સંચાલિત જી કે જનરલ હોસ્પિટલ, ભૂજ ખાતે ગત વર્ષના શરૂઆતના પાંચ મહિના એટલે કે જાન્યુઆરીથી મે-2018 દરમિયાન જ 111થી વધુ નવજાત શિશુના મોત થતા હોબાળો મચી ગયો હતો. લોકોને સારી સુવિધા મળશે તેવા દાવા સાથે ભૂજ સિવિલ હોસ્પિટલનું સુકાન અદાણી ગ્રુપને સોંપી દેનારી ગુજરાત સરકાર પણ શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી અને તેથી જ તેણે આ પ્રકરણે તપાસ સમિતિની રચના કરી હતી.