રાજ્યમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. કચ્છ બાદ હવે નવસારીના વાંસદા અને આસપાસના વિસ્તારોમાં રાત્રે 1.45 મિનિટે 2.7ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના વિશે જાણવા મળ્યું નથી.
મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નવસારીથી 44 કિલોમીટર દૂર ઉકાઈ ગામ હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંસદાના ઉનાઈ, ખડકલ સર્કલ, જૂજ ગામ સહિત વિસ્તારમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
