Not Set/ ગોમતીપુર અને નારોલમાંથી જુગાર રમતા કુલ ૨૦ આરોપીઓ ઝડપાયા

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે જુગારધામ પર રેડ કરીને કુલ ૧૨ આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. પકડાયેલા તમામ આરોપીઓ પાસેથી કુલ ૨૧ હાજર મત્તાનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જયારે નારોલ પોલીસે પણ સુપ્રીમ હોટેલની પાછળ રેડ કરીને ૮ આરોપીઓને રંગેહાથે જુગાર રમતા ઝડપી લઈને તેમના પાસેથી કુલ ૯૮ હજાર મત્તાનો મુદામાલ રિકવર […]

Ahmedabad Gujarat
aa 6 ગોમતીપુર અને નારોલમાંથી જુગાર રમતા કુલ ૨૦ આરોપીઓ ઝડપાયા

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે જુગારધામ પર રેડ કરીને કુલ ૧૨ આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. પકડાયેલા તમામ આરોપીઓ પાસેથી કુલ ૨૧ હાજર મત્તાનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જયારે નારોલ પોલીસે પણ સુપ્રીમ હોટેલની પાછળ રેડ કરીને ૮ આરોપીઓને રંગેહાથે જુગાર રમતા ઝડપી લઈને તેમના પાસેથી કુલ ૯૮ હજાર મત્તાનો મુદામાલ રિકવર કર્યો હતો.

વિગતવાર ચર્ચા કરીએ તો ગઈ કાલે ગોમતીપુર પોલીસ ના સર્વેલન્સ સ્કોડના અધિકારીઓ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. ત્યારે તેમને બાતમી મળી હતી કે રણછોડ પરાગ ની ચાલી પાસે જાહેરમાં જુગાર ચાલી રહ્યું છે. પોલીસે બાતમીના આધારે રેડ કરીને જાહેરમાં જુગાર રમતા ૧૨ આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા તમામ આરોપીઓની અંગ ઝડતી કરતા તેમના પાસેથી જુગારના કુલ ૨૧ હજાર રૂપિયા અંદાજે રોકડા મળી આવ્યા હતા. જે પોલીસે જપ્ત કર્યા હતા.

તો બીજી તરફ નારોલ પોલીસ પણ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે સુપ્રીમ હોટેલ પાસેના તિરૂપતિ એસ્ટેટ ગોડાઉન નજીક ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે. પોલીસે ત્યાં જઈને રેડ કરતા ૮ આરોપીઓ જુગાર રમતા પોલીસની પકડમાં આવી ગયા હતા. પોલીસે તેમના પાસે રહેલા જુદા જુદા મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સહિતનો કુલ ૯૮ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. આમ, નારોલ અને ગોમતીપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસે કરેલી રેડમાં કુલ ૨૦ આરોપીઓ જુગાર રમતા ઝડપાયા હતા.

…………..રીઝવાન શેખ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.