Not Set/ રાજ્યમાં નવા કેસમાં મોટો ઘટાડો, આજે નોધાયા માત્ર 1681 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 1,681 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,09,169 પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 લોકોનાં મૃત્યુ  થયા છે. 

Top Stories Gujarat Others Trending
ncorna રાજ્યમાં નવા કેસમાં મોટો ઘટાડો, આજે નોધાયા માત્ર 1681 નવા કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની ઘાતકી એવી બીજી લહેર હવે શાંત પડતી જોવા મળી રહી છે. રાજ્યમાં દૈનિક નોધાતા કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 1,681 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,09,169 પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 લોકોનાં મૃત્યુ  થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 4,721 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,66,991 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 32,345 છે.

અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 264 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 155 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 62 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 212 કેસ, જ્યારે ગ્રામ્યમાં 115 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 82 કેસ અને ગ્રામ્યમાં 45 કેસ નોંધાયા છે.

rupani 7 રાજ્યમાં નવા કેસમાં મોટો ઘટાડો, આજે નોધાયા માત્ર 1681 નવા કેસ

ncorona રાજ્યમાં નવા કેસમાં મોટો ઘટાડો, આજે નોધાયા માત્ર 1681 નવા કેસ

ncorona 1 રાજ્યમાં નવા કેસમાં મોટો ઘટાડો, આજે નોધાયા માત્ર 1681 નવા કેસ