Not Set/ નર્મદા ડેમની જળ સપાટી પહોંચી 135.75 મીટરે, ડેમમાંથી છોડાયું 4.64 લાખ ક્યુસેક પાણી

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલ ડેમની સપાટી વધીને 135.75 મીટરે પહોંચી ચૂકી છે. ઉપરવાસમાંથી 3,04,069 ક્યુસેક પાણીની આવક થઇ ગઈ છે. ડેમની સપાટી સતત વધારાના લીધે ડેમના 21 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા ડેમમાંથી  4,64,262 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આપને […]

Gujarat Others
aaaaaaaaaaaamona 3 નર્મદા ડેમની જળ સપાટી પહોંચી 135.75 મીટરે, ડેમમાંથી છોડાયું 4.64 લાખ ક્યુસેક પાણી

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલ ડેમની સપાટી વધીને 135.75 મીટરે પહોંચી ચૂકી છે. ઉપરવાસમાંથી 3,04,069 ક્યુસેક પાણીની આવક થઇ ગઈ છે. ડેમની સપાટી સતત વધારાના લીધે ડેમના 21 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા ડેમમાંથી  4,64,262 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે હાલ નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે કેવડિયાનો ગોરા બ્રીજ આજે પણ રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ નર્મદા ડેમમાં પાણીની આવક થતા 1200 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાના રિવર બેટ પાવર હાઉસના તમામ યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 24.89 ફૂટે પહોંચી ગઇ છે. ત્યારે નર્મદામાં પાણી નદીની ભયજનક સપાટી 24 ફૂટ વટાવી વહી રહ્યું છે. ડેમમાંથી છોડાયેલાં પાણીના કારણે ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારના આવેલાં ગામોને પણ સતર્ક કરવામાં આવ્યાં છે.  ભરૂચના ઝઘડિયા, ભરૂચ, અંક્લેશ્વર, હાંસોટ તેમજ વાગરા તાલુકાના નદી કિનારેના ગામોમાં સરપંચોને સુચના આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.