Not Set/ દાહોદ/ ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત, 5નાં મોત, 10થી વધુ ઘાયલ

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનામાં વધરો થઇ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના દાહોદથી સામે આવી છે, જ્યાં ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે  અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. જાણવીએ કે દાહોદ  નજીક મુવાલીયા ક્રોસિંગ પાસે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે  ગોઝારો અકસ્માત સર્જાયો હતો.આ […]

Gujarat Others
aaaaaaa 2 દાહોદ/ ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત, 5નાં મોત, 10થી વધુ ઘાયલ

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનામાં વધરો થઇ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના દાહોદથી સામે આવી છે, જ્યાં ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે  અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા હતા.

જાણવીએ કે દાહોદ  નજીક મુવાલીયા ક્રોસિંગ પાસે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે  ગોઝારો અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત એટલો ગોઝારો હતો કે ઘટના સ્થળે જ 5 લોકોના  મોત નીપજ્યાં હતા.જ્યારે 10 થી  વધુ લોકો ઇજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી.

મહત્વનું છે કે, આ મજૂરો બાંધકામમાં કામ કરતા હતા. જેમને ટ્રેક્ટર પોતાના ગામમાં પરત મુકવા જતું હતું તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.