ગુજરાત/ હાઈવે પર 5,000 ટ્રક ફસાયા, ટ્રાન્સપોર્ટર્સને અંદાજે રૂ. 500 કરોડનું નુકસાન 

દક્ષિણના રાજ્યોના જે વાહનો ગયા હતા તે ભારે વરસાદને કારણે અટવાઈ ગયા છે.અને પરત ફરી શક્યા નથી.  મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ઘણા રસ્તાઓ બ્લોક છે. એસોસિએશને જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ટ્રાન્સપોર્ટર્સને અંદાજે રૂ. 500 કરોડનું નુકસાન થયું છે.

Top Stories Gujarat
tista 4 હાઈવે પર 5,000 ટ્રક ફસાયા, ટ્રાન્સપોર્ટર્સને અંદાજે રૂ. 500 કરોડનું નુકસાન 

ગુજરાત રાજ્યમાં સાંબેલધાર વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત ના અનેક જિલ્લા પાણીમાં ગરકાવ થયા છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક રોડ અને રસ્તા પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે અનેક ટ્રકો પણ આ બંધ રસ્તામાં ફસાયેલી છે. ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં 5,000 થી વધુ ટ્રક હાઈવે પર અટવાઈ છે. જેને કારણે રાજ્યમાં  ટ્રકોની અછત વર્તાઇ રહી છે. દક્ષિણના રાજ્યોના જે વાહનો ગયા હતા તે ભારે વરસાદને કારણે અટવાઈ ગયા છે.અને પરત ફરી શક્યા નથી.  મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ઘણા રસ્તાઓ બ્લોક છે. એસોસિએશને જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ટ્રાન્સપોર્ટર્સને અંદાજે રૂ. 500 કરોડનું નુકસાન થયું છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે 48 બંધ થઈ ગયો છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ મુકેશ દવેએ જણાવ્યું હતું કે “અમદાવાદ-મુંબઈ હાઇવે ઉપર અનેક ટ્રક ફસાયેલા પડ્યા છે. જ્યારે ટ્રક બેથી ત્રણ દિવસ મોડા ચાલી રહ્યા છે. જેને લઈ ટ્રકની અછત વર્તાઇ રહી છે.

ગુજરાતમાં લગભગ 14,000 રજિસ્ટર્ડ ટ્રકો છે અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વરસાદને કારણે કામકાજના દિવસોની ખોટનો સામનો કરી રહ્યો છે. દવેએ જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા તેમજ જાળવણી ખર્ચ અને મોંઘું ઇંધણ ટ્રાન્સપોર્ટરોના બિલમાં વધારો કરી રહ્યો છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઘણા રોડ ખૂલી ગયા છે. પરંતુ સોમવાર પછી જ સ્થિતિ સામાન્ય થઈ શકે છે. ખાણકામની પ્રવૃતિઓમાં રોકાયેલી મોટી સંખ્યામાં ટ્રકોએ પણ એચએએલ કામ સ્થગિત કરી દીધું છે. અને તેની અસર ધંધા પર પડી છે. ગુજરાતના ટ્રાન્સપોર્ટરો દક્ષિણ ભારતમાં અટવાયેલી ટ્રકના આગમનની રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પરથી પસાર થવાનો માર્ગ સરળ બને તેવી અપેક્ષા છે.

Rajkot/ ન્યારી ડેમમાં કારના ખતરનાક સ્ટંટ કરતા વીડિયો વાયરલ, પોલીસે કરી ધરપકડ