Not Set/ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓના પગારમાં 7 ટકાનો વધારો

ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.સરકારના નિર્ણય પ્રમાણે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આવતા કર્મચારીનાં પગારમાં 7 ટકાનો વધારે કરવામાં આવ્યો છે. આ લાભ વર્ષ 2012થી 2018 સુધી નિમણૂક થયેલા કર્મચારીઓને 1 જાન્યુઆરી 2019ની અસરથી મળશે. આ પગાર વધારાનો લાભ એક ફેબ્રુઆરીથી મળશે. કરાર આધારિત કરવામાં આવેલા કરાર આધારિત કર્મચારીઓ જેમની વર્ષ 2012થી 2018માં નિમણૂંક આપવામાં આવી હોય તેવા […]

Top Stories Gujarat
yy 8 રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓના પગારમાં 7 ટકાનો વધારો

ગાંધીનગર,

રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.સરકારના નિર્ણય પ્રમાણે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આવતા કર્મચારીનાં પગારમાં 7 ટકાનો વધારે કરવામાં આવ્યો છે. આ લાભ વર્ષ 2012થી 2018 સુધી નિમણૂક થયેલા કર્મચારીઓને 1 જાન્યુઆરી 2019ની અસરથી મળશે. આ પગાર વધારાનો લાભ એક ફેબ્રુઆરીથી મળશે.

કરાર આધારિત કરવામાં આવેલા કરાર આધારિત કર્મચારીઓ જેમની વર્ષ 2012થી 2018માં નિમણૂંક આપવામાં આવી હોય તેવા કર્મચારીઓને તેમની પ્રથમ એસએસએની હાજર તારીખ ધ્યાન લઇ વર્ષ 2019માં જે માસમાં વર્ષ પૂર્ણ થતું હોય તે માસમાં હાલ મળતા ફિક્સ પગારમાં 7 ટકાનો વધારો કરવામાં આવશે.

આ તમામ કરાર આધારિત કર્મચારીઓનાં કરાર હાલ તા.1-1-2019થી 31-12-2019 સુધીનાં સમયગાળા માટે કરવામાં આવેલા છે. તેવા તમામ કર્મચારીઓને આ આદેશ પછી પગારમાં 1-1-2019ની અસરથી હાલ જે મહેનતાણું મેળવે છે તેમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.