Not Set/ ભાવનગર/ સ્કૂલ બસ નીચે આવી જતા ઘો. 2 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું કમકમાટીભર્યું મોત

રાજયમાં રોડ અક્સ્માતની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના ભાવનગરથી સામે આવી છે જેમાં એક વિદ્યાર્થીનીનું સ્કુલ બસમાંથી નીચે ઉતરતી વખતે પગ લપસી જતાં પાછળના વ્હીલમાં આવી ગઈ. જેના લીધે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું  મોત નીપુજ્યું છે. આ મામલે મળતી માહિતી અનુસાર ભાવનગરના ફુલસર ઓદરકા ગામની અને ધો.2માં અભ્યાસ […]

Gujarat Others
Untitled 161 ભાવનગર/ સ્કૂલ બસ નીચે આવી જતા ઘો. 2 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું કમકમાટીભર્યું મોત

રાજયમાં રોડ અક્સ્માતની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના ભાવનગરથી સામે આવી છે જેમાં એક વિદ્યાર્થીનીનું સ્કુલ બસમાંથી નીચે ઉતરતી વખતે પગ લપસી જતાં પાછળના વ્હીલમાં આવી ગઈ. જેના લીધે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું  મોત નીપુજ્યું છે.

આ મામલે મળતી માહિતી અનુસાર ભાવનગરના ફુલસર ઓદરકા ગામની અને ધો.2માં અભ્યાસ કરતી 7 વર્ષની વિદ્યાર્થીનીનું બસના પાછળના વ્હીલમાં આવી જતા મોત થયું છે.

આ મામલે વાલીને જાણ થતા શાળાએ આવી પહોંચ્યા હતા અને બાળકીના મોતને પગલે બૂમરાળ મચાવી દીધી હતી અને બસનો ચાલક નશાની હાલતમા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં આજુબાજુ ઉભેલા લોકોએ બસ ચાલક પર આક્ષેપો પણ કર્યા હતા. તેથી પોલીસે આ બનાવને લઈ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.