Not Set/ કોલ ગર્લ પ્રેમિકાના 11 ટુકડા કરી પ્રેમીએ હત્યા કરી, વાંચો મર્ડરનો ચોંકાવનારો ખુલાસો

સુરત, સુરતમાં એક યુવકે તેની પ્રેમિકાની ક્રુર હત્યા કરી છે અને આ મર્ડર પાછળ અનેક ખુલાસા થયાં છે. આ યુવક તેની પ્રેમીકાની હત્યા કરીને તેના લાશના ટુકડા કરીને ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પોલિસના હાથે પકડાઇ ગયો હતો.પોલિસ તપાસમાં આ હત્યાને લઇને વધુ ખુલાસા થયા છે. સુરતમાં પારસી શેરી રાણીતળાવ કાસકીવાડ ખાતે રહેતા શાહનવાઝ ઉર્ફે […]

Top Stories Gujarat
surat crime કોલ ગર્લ પ્રેમિકાના 11 ટુકડા કરી પ્રેમીએ હત્યા કરી, વાંચો મર્ડરનો ચોંકાવનારો ખુલાસો

સુરત,

સુરતમાં એક યુવકે તેની પ્રેમિકાની ક્રુર હત્યા કરી છે અને આ મર્ડર પાછળ અનેક ખુલાસા થયાં છે. આ યુવક તેની પ્રેમીકાની હત્યા કરીને તેના લાશના ટુકડા કરીને ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પોલિસના હાથે પકડાઇ ગયો હતો.પોલિસ તપાસમાં આ હત્યાને લઇને વધુ ખુલાસા થયા છે.

સુરતમાં પારસી શેરી રાણીતળાવ કાસકીવાડ ખાતે રહેતા શાહનવાઝ ઉર્ફે શાનુ યુસુફ મિંયાશેખ  ઘર પાસે પ્રોવિઝન સ્ટોર ચલાવી પરિવારમાં પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવે છે. પરિણીત શાહનવાઝ મહારાષ્ટ્રના અમરાવતીની જુલેખા ઉર્ફે વર્ષા સૈયદ નામની યુવતી સાથે છેલ્લા દોઢ વર્ષથી પરિચયમાં આવ્યો હતો. કોલગર્લનું કામ કરતી જુલેખાને પરિવારમાં માતા પિતા કે કોઈ સંબંધી નથી અને ગરીબ પરિવારની હોવાનું કહ્યું હતું. ધીરેધીરે બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. અને જુલેખાને પણ ઘરે રહેવા માટે લઈ આવ્યો હતો.

દરમિયાન જુલેખા અને શાહનવાઝની પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા તેથી જુલેખા ઘણા સમયથી અલગ રૂમ રાખી સાથે રહેવા માટે જીદ કરતી હતી જેને લઈને બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો જેમાં શાહનવાઝે આવેશમાં આવી રવિવારે રાત્રે જુલેખાની તેના ઘરે ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને સગેવગે કરવા માટે ઠંડા કલેજે તેના શરીરનાં હાથ, પગ, માથું સહિત અંગોના 11 ટુકડા કર્યા હતા.

જુલેખાની  હત્યા કરીને તેની લાશના ટુકડા કોથળામાં ભરી તે સોમવારે સાંજે ભાઠેના વિસ્તારની ખાડીમાં નાખવા ગયો હતો. બરોબર એ જ વખતે ત્યાં હાજર ઉધના પોલીસ મથકના કોન્સ્ટેબલ જયપ્રકાશ તિવારીએ શાહનવાઝને જોયો હતો. તેમને શંકા જતા કોથળાની તપાસ કરતા તેમાંથી શરીરના અલગઅલગ અંગોના ટુકડા જોઈને ચોંકી ઉઠ્યો હતો.

જયપ્રકાશ શાહનવાઝને પોલીસ મથકમાં લઈ ગયો હતો ત્યાં પીઆઈ સી.આર.જાદવે પૂછપરછ કરતા શાહનવાઝે જુલેખાની હત્યા કર્યા બાદ લાશને સગવેગ કરવા માટે ટુકડા કરી ખાડીમાં ફેંકવા માટે આવ્યાની કબૂલાત કરી હતી.પોલીસની ટીમે શાહનબાઝના ઘરે તપાસ કરતા યુવતીનું માથુ અને હાથ પગ મળી આવ્યા હતા. આ ઘટનામાં શાહનવાઝ સાથે તેની પત્ની અને બહેનની પણ સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. કારણ કે હત્યાની ઘટના ગઈકાલે બની હતી અને લાશના 11 ટુકડા કરવા એક વ્યકિતનું કામ નથી. બીજી બાજુ શાહનવાઝની બહેન ગઈકાલે જ દિલ્હી રવાના થઈ છે. પોલીસે મોડી રાત્રે શાહનવાઝની પત્ની અને માતા પિતાની પણ પોલીસ મથકમાં લાવી પૂછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે પોલિસ તપાસમાં એવી માહીતી પણ સામે આવી રહી છે કે જુલેખાં દેહવ્યાપારનું કામ કરતી હતી.