Not Set/ અમદાવાદમાં મળી નકલી દારૂની ફેક્ટરી

અમદાવાદ, અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં દારૂની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને આ ફેક્ટરી આ અંગે બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે એક મકાન પર દરોડા પાડ્યા હતા. જ્યા પોલસને નકલી દારૂની ફેક્ટરી મળી આવી હતી. કાર્યવાહી દરમિયાન કેમિકલ અને દેશી દારૂની મિલાવટ કરીને દારૂ વેચતા એક શખ્સને પણ પોલીસે […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં દારૂની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને આ ફેક્ટરી આ અંગે બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે એક મકાન પર દરોડા પાડ્યા હતા. જ્યા પોલસને નકલી દારૂની ફેક્ટરી મળી આવી હતી. કાર્યવાહી દરમિયાન કેમિકલ અને દેશી દારૂની મિલાવટ કરીને દારૂ વેચતા એક શખ્સને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સામે પ્રોહીબેશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની વધુ પૂછપરછ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ચોરી છુપીને દારૂ વેચતા શખ્સો પર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે જેના ભાગરૂપે નારોલ પોલીસને મોટી સફળતા મળી હતી.