Accident/ વલસાડના અતુલ બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટકકરથી આધેડનું મોત

વલસાડ અતુલ બ્રિજ પર પારનેરા પારડીના 51 વર્ષીય આધેડનું પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વાહન ચાલકો

Gujarat Others
a 27 વલસાડના અતુલ બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટકકરથી આધેડનું મોત

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ 

વલસાડ અતુલ બ્રિજ પર પારનેરા પારડીના 51 વર્ષીય આધેડનું પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વાહન ચાલકો અને સ્થાનિક લોકોને થતા તાત્કાલિક રૂરલ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી લાશનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

વલસાડ પારનેરા પારડી હનુમાનજી મંદિર નજીક રહેતા હસમુખરાય પટેલ, ઉ.વ.51 વાપી GIDCમાં નોકરી કરીને શનિવારે સાંજે તેમની બાઈક ન. GJ-15-AK-8161 પર ઘરે પરત ફરી રહ્યા હતા. અતુલ ઓવર બ્રિજ પર પાછળથી આવતા ટ્રક જેવા મોટા વાહને બાઇકને ધડાકા ભેર અડફેટે લીધી હતી. જેમાં બાઈક પર સવાર હસમુખરાયનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

રાહદારીઓએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરતા રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. હસમુખરાય પટેલને 1 દીકરો અને 1 દીકરી છે. બંને કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ