Not Set/ જમીનની છેતરપિંડીના મામલે હાઈકોર્ટના આદેશ બાદ વસંત ગજેરાની ધરપકડ

સુરત, સુરતના જાણીતા બિલ્ડર અને ડાયમંડ વેપારી વસંત ગજેરાની જમીનની છેતરપિંડીના મામલે ધરપકડ કરવામાં આવી છે. વર્ષ ૧૯૯૦થી સુરતની વેસુ વિસ્તારની જમીનમાં બોગસ દસ્તાવેજો અને છેતરપિંડીના કેસના મામલે વસંત ગજેરા પર કેસ ચાલી રહ્યો હતો અને આ જમીન મામલે તેઓની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા વેસુ વિસ્તારના ખેડૂતો દ્વારા આ મામલે ફરિયાદ નોધાવી […]

Gujarat
vvn જમીનની છેતરપિંડીના મામલે હાઈકોર્ટના આદેશ બાદ વસંત ગજેરાની ધરપકડ

સુરત,

સુરતના જાણીતા બિલ્ડર અને ડાયમંડ વેપારી વસંત ગજેરાની જમીનની છેતરપિંડીના મામલે ધરપકડ કરવામાં આવી છે. વર્ષ ૧૯૯૦થી સુરતની વેસુ વિસ્તારની જમીનમાં બોગસ દસ્તાવેજો અને છેતરપિંડીના કેસના મામલે વસંત ગજેરા પર કેસ ચાલી રહ્યો હતો અને આ જમીન મામલે તેઓની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ પહેલા વેસુ વિસ્તારના ખેડૂતો દ્વારા આ મામલે ફરિયાદ નોધાવી હતી પરંતુ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવાને બદલે પોલીસ દ્વારા આ કેસ રફે દફે કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ ખેડૂતો દ્વારા આ છેતરપિંડીના મામલાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટના આદેશ બાદ બુધવારે ઉમર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વસંત ગજેરા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં કોંગ્રેસ તરફથી ધારાસભ્યની ચૂંટણી લડનાર ધીરુ ગજેરાના ભાઈ છે તેમજ તેઓ ખોડલધામના ટ્રસ્ટી તરીકે પણ નિયુક્ત છે.

ખેડૂતો દ્વારા ઉમરાની પોલીસ પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, “વેસુની જમીનની છેતરપિંડીના મામલે આ પહેલા ફરિયાદ નોધાવી હતી પરંતુ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવાને બદલે પોલીસ દ્વારા આ કેસ રફે દફે કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં વજુભાઈ વાલાણી દ્વારા આ કેસ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.