Not Set/ આ ત્રણ શહેરોમાં લુંટ કરી ચોરો ઉજવી દિવાળી,વાપીમાં 75 તોલા સોનાની ચીલઝડપ,સુરતમાં 15 તોલા દાગીનાની લુંટ

સુરત દિવાળી આવી છે હંમેશની જેમ રાજ્યમાં તસ્કરોનો ત્રાસ વધી ગયો છે.છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યામાં ત્રણ જેટલી ચોરી મોટી ઘટના બની છે,જેમાં લાખો રૂપિયાના દાગીના સહિત મોટી રકમની રોકડ રૂપિયાની ચોરી થઇ છે,તો રાજકોટમાં વૃધ્ધા પર હુમલો પણ કરવામાં આવ્યો છે. ચપ્પાની અણીએ થઇ લુંટ,સુરતમાં 15 તોલા સોનું લઇ લુંટારા ફરાર સુરતના કોસંબામાં આવેલા […]

Gujarat
vapi loot આ ત્રણ શહેરોમાં લુંટ કરી ચોરો ઉજવી દિવાળી,વાપીમાં 75 તોલા સોનાની ચીલઝડપ,સુરતમાં 15 તોલા દાગીનાની લુંટ

સુરત

દિવાળી આવી છે હંમેશની જેમ રાજ્યમાં તસ્કરોનો ત્રાસ વધી ગયો છે.છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યામાં ત્રણ જેટલી ચોરી મોટી ઘટના બની છે,જેમાં લાખો રૂપિયાના દાગીના સહિત મોટી રકમની રોકડ રૂપિયાની ચોરી થઇ છે,તો રાજકોટમાં વૃધ્ધા પર હુમલો પણ કરવામાં આવ્યો છે.

ચપ્પાની અણીએ થઇ લુંટ,સુરતમાં 15 તોલા સોનું લઇ લુંટારા ફરાર

સુરતના કોસંબામાં આવેલા તરસાડી નગરમાં લૂંટની ઘટના બનવા પામી છે.તરસાડી નગરમાં આવેલી રંગ અવધૂત સોસાયટીમાં એક શિક્ષક દંપતી રહેતુ હતું.લુંટારાઓએ આ પરિવારને ચપ્પુ બતાવી લૂંટ કરી છે.આ લૂંટારૂ આ શિક્ષક દંપતિના ઘરમાંથી રોકડ રકમ તથા 15 તોલાથી વધુના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.ઉલ્લેખનીય છે કે 5 જેટલા લૂંટારૂઓ દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ચપ્પૂની અણીએ લૂંટ ચલાવી હતી.

વાપીમાં 75 તોલાના સોનાની ચીલઝડપ

વાપીની તો મંગલદિપ જવેલર્સની દુકાનમાં ધનતેસરની વહેલી સવારે દુકાનનું શટર ખોલતા જ ચીલ ઝડપની ધટના પ્રકાશમાં આવી છે.દુકાનની બાજુમાં મુકેલા પૈસા અને ચાંદીની બેગ ભરીને ગઠિયો રવાના થઇ ગયો હતો.ચીલઝડપ થતા દુકાનદારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.મંગલદીપ જ્વેલર્સમાંથી ગઠિયો 75 તોલા સોનું અને એક લાખ રોકડ ભરેલી બેગ લઈને યુવક ભાગી ગયો હતો.

ડીસામાં તબીબ લુંટાયો

દિવાળીના દિવસોમાં રાજયમાં ચોરીના બનાવોમાં દીવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે,ત્યારે બનાસકાંઠામાં તબીબના બંધ મકાનમાંથી ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે.ડીસામાં ખાનગી હોસ્પિટલના બીજા માળે રહેતા તબીબ અંકિત કેલાના ઘરમાંથી ચોરી લાખો રુપીયાની ચોરી થઇ હતી.ઉલ્લેખનીય છે કે તબીબી અંકિત કેલાનું ઘર છેલ્લા કેટલાય સમયથી બંધ હતું.. આ દરમિયાન મોકાનો લાભ ઉઠાવીને ચોરોએ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો અને પલાયન થઇ ગયા હતા.આ ઘટના સર્જાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.