Not Set/ અમદાવાદ: ગરબા રમતી બાળકીએ સમાજને આપ્યો મોટો સંદેશો

અમદાવાદ, જયારે પણ કોઈ મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવે છે તો લોકોમાં રોષ જોવા મળતો હોય છે, તો કેટલાક એવા પણ લોકો સામે આવે છે જે દુષ્કર્મનું જવાબદાર મહિલાઓના ઓછા કપડાઓ પહેરવાને કારણે દુષ્કર્મ થાય છે તેવું માને છે. પરંતુ આપણા સમાજમાં ક્યારેક નાની નાની માસૂમ બાળકીઓ પર રેપ થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય, […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
mantavya 383 અમદાવાદ: ગરબા રમતી બાળકીએ સમાજને આપ્યો મોટો સંદેશો

અમદાવાદ,

જયારે પણ કોઈ મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવે છે તો લોકોમાં રોષ જોવા મળતો હોય છે, તો કેટલાક એવા પણ લોકો સામે આવે છે જે દુષ્કર્મનું જવાબદાર મહિલાઓના ઓછા કપડાઓ પહેરવાને કારણે દુષ્કર્મ થાય છે તેવું માને છે. પરંતુ આપણા સમાજમાં ક્યારેક નાની નાની માસૂમ બાળકીઓ પર રેપ થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય, જે ખુબ જ શરમજનક વાત છે અને જે એવું કહેતા હોય છે કે મહિલાઓ ઓછા કપડા પહેરે છે એટલે રેપ થાય છે આવા નાના વિચારો વાળા લોકોને અમદાવાદની એક  માસૂમ બાળકીએ ગરબા રમતાં રમતાં ખુબ જ મોટો સંદેશો આપી દીધો છે.

અમદાવાદના રાધે ઉપવન ખાતે દશકોશી દશગામ પાટીદાર સેવા સમાજના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક માસૂમ બાળકી હાથમાં એક પોસ્ટર લઈને ગરબા ઘૂમી રહી હતી. આ પોસ્ટરે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

આ બાળકીએ તેના પોસ્ટરમાં લખ્યું છે કે, ‘લોકો કહે છે કે છોકરીઓ નાના કપડા પહેરે એટલે રેપ થાય… ત્યારે એક માં બોલી 5 વર્ષની બાળકીને કઈ રીતે સાડી પહેરાવું’. આ પોસ્ટર એવા લોકોના ગાલ પર તમાચો છે જે લોકો કહે છે કે ઓછા કપડા પહેરવાના લીધે રેપ થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે હિંમતનગરના ઢુંઢરમાં 14માસની માસૂમ બાળકી અને સુરતમાં 5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કર્યાની ઘટનાઓ તાજેતરમાં સામે આવી છે. આ સંજોગોમાં આ નાનકડી બાળકીનો ગંભીર સંદેશો સૌને બોધપાઠ આપી જાય છે.