Not Set/ અમદાવાદ : છારાનગર દમન કેસમાં જેસીપી સહીત 4 સામે વોરંટ ઈશ્યુ

અમદાવાદના છારાનગરમાં 28 જુલાઈએ મોડી રાત્રે સરદારનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી. કે. મોરી રેડ પાડવા ગયા હતા ત્યારે બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કાફલાએ નિર્દોષ લોકોને માર્યા હતા અને ગાડીઓમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ 3 એડવોકેટ સહિત 29 લોકોની રાયોટિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. છારાનગરમાં રેડ પાડવા ગયેલી […]

Top Stories Ahmedabad Gujarat
Police assault on Chharanagar 124846 730x419 m અમદાવાદ : છારાનગર દમન કેસમાં જેસીપી સહીત 4 સામે વોરંટ ઈશ્યુ

અમદાવાદના છારાનગરમાં 28 જુલાઈએ મોડી રાત્રે સરદારનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી. કે. મોરી રેડ પાડવા ગયા હતા ત્યારે બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કાફલાએ નિર્દોષ લોકોને માર્યા હતા અને ગાડીઓમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ 3 એડવોકેટ સહિત 29 લોકોની રાયોટિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

છારાનગરમાં રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યા બાદ પોલીસે વૃદ્ધો, મહિલા સહિત નિર્દોષ લોકોને મૂઢમાર મારી દમન ગુજારવાના કેસની મુદતમાં હાજર ન રહેલા સેક્ટર 2 જેસીપી અશોક યાદવ, ઝોન-4 ડીસીપી શ્વેતા શ્રીમાળી, પીઆઈ આર. એન. વિરાણી અને પીએસઆઈ ડી. કે. મોરી સામે એડિ. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એન. એસ. સિદ્દિકીએ જામીનલાયક વોરંટ કાઢી કેસની વધુ મુદત 10 ડિસેમ્બરે રાખી છે.

કોર્ટની ટકોરથી મંગળવારે બીજી મુદતમાં પીએસઆઇ સિવિલ ડ્રેસમાં હાજર રહ્યા હતા.