Not Set/ પેપર લીક મામલે કોંગ્રેસનો વિરોધ, ગ્યાસુદિન શેખ સહિતના કોંગી નેતાઓએ કર્યા વાકપ્રહાર

અમદાવાદ, રાજ્યમાં ચકચાર મચાવનાર લોકરક્ષક ભરતી મામલે કોંગ્રેસે અમદાવાદમાં ધરણાં યોજી રેલી કાઢીને વિરોધ કર્યો છે.પેપર લીક મામલે કોંગ્રેસના નેતા ગ્યાસુદીન શેખ સહીતના નેતાઓએ ભાજપ પર વાક પ્રહાર કર્યા છે. રાજ્યમાં ચકચાર મચાવનાર લોકરક્ષક ભરતી મામલે કોંગ્રેસે અમદાવાદમાં ધરણાં યોજી રેલી કાઢીને વિરોધ કર્યો છે. પેપર લીક મામલે કોંગ્રેસના નેતા ગ્યાસુદીન શેખ સહીતના નેતાઓએ ભાજપ […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 10 પેપર લીક મામલે કોંગ્રેસનો વિરોધ, ગ્યાસુદિન શેખ સહિતના કોંગી નેતાઓએ કર્યા વાકપ્રહાર

અમદાવાદ,

રાજ્યમાં ચકચાર મચાવનાર લોકરક્ષક ભરતી મામલે કોંગ્રેસે અમદાવાદમાં ધરણાં યોજી રેલી કાઢીને વિરોધ કર્યો છે.પેપર લીક મામલે કોંગ્રેસના નેતા ગ્યાસુદીન શેખ સહીતના નેતાઓએ ભાજપ પર વાક પ્રહાર કર્યા છે.

રાજ્યમાં ચકચાર મચાવનાર લોકરક્ષક ભરતી મામલે કોંગ્રેસે અમદાવાદમાં ધરણાં યોજી રેલી કાઢીને વિરોધ કર્યો છે. પેપર લીક મામલે કોંગ્રેસના નેતા ગ્યાસુદીન શેખ સહીતના નેતાઓએ ભાજપ પર વાક પ્રહાર કર્યા છે.

આ રેલીમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો જોડાયા હતાં. રેલીમાં સરકાર વિરૂદ્વ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ઉલ્લેખનિય છે કે રવિવારે રાજ્યમાં લોક રક્ષકદળની ભરતી પરીક્ષાનું પેપર લીક કરીને 9 લાખ પરીક્ષાર્થીઓને રઝળાવનારા 5 લોકોના નામ સામે આવ્યા છે.

જેમાં મનહર પટેલ, મુકેશ ચૌધરી, રૂપલ શર્મા અને પીએસઆઇ પી.વી.પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે યશપાલ સોલંકીની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચાવનાર લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં રવિવારે પેપર લીક થવાની ઘટના સામે આવી હતી.

ભાજપના જ અમુક આગેવાનોની પેપર લીક કરવામાં સંડોવણી સામે આવી છે. સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વડોદરાનો યશપાલ સિંહ સોલંકી હોવાનું બહાર આવ્યું છે. યશપાલસિંહ વડોદરામાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે. તેણે ઉત્તર ગુજરાતના ભાજપના બે આગેવાનો મનહર પટેલ અને મુકેશ ચૌધરી સાથે સંપર્ક કર્યો હતો.

આ ટોળકીએ લાખો રૂપિયા લઇ પેપર વેચ્યા હતા. લોકરક્ષકની ભરતીમાં ભાજપના બે અગ્રણીઓના નામ ખુલતા અને તેમની ધરપકડ થતા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું માગ્યું છે. તેમજ કોંગ્રેસના નેતાઓ જણાવે છે કે લોક રક્ષક ભરતીના પેપર જો તે તપાસ કરશે તો ભાજપના અનેક મોટા માથાઓ સુધી પહોંચી શકે છે.