Not Set/ ચાર ચાર બંગડી…ગીતને કીંજલ દવે નહીં ગાઈ શકે,યુટ્યૂબ પરથી પણ હટાવવા કોર્ટે કર્યો આદેશ

અમદાવાદ, ચાર ચાર બંગડીવાળી ગાડી વાળી ગાયિકા કિંજલ દવેને અમદાવાદની કોર્ટ ઝટકો માર્યો છે.કીંજલ દવેએ ચાર ચાર બંગડીવાળી ગીતને કોપી મારીને ગાયું છે તેવો કોર્ટમાં આરોપ મુકવામાં આવ્યો છે. કિંજલ દવેને 22મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોઈ કોમર્શિયલ કાર્યક્રમોમાં આ ગીત ન ગાવા માટે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે. ઉપરાંત આ ગાયિકા દ્વારા […]

Top Stories Ahmedabad Gujarat Entertainment
byby ચાર ચાર બંગડી...ગીતને કીંજલ દવે નહીં ગાઈ શકે,યુટ્યૂબ પરથી પણ હટાવવા કોર્ટે કર્યો આદેશ
અમદાવાદ,
ચાર ચાર બંગડીવાળી ગાડી વાળી ગાયિકા કિંજલ દવેને અમદાવાદની કોર્ટ ઝટકો માર્યો છે.કીંજલ દવેએ ચાર ચાર બંગડીવાળી ગીતને કોપી મારીને ગાયું છે તેવો કોર્ટમાં આરોપ મુકવામાં આવ્યો છે.
કિંજલ દવેને 22મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોઈ કોમર્શિયલ કાર્યક્રમોમાં આ ગીત ન ગાવા માટે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે. ઉપરાંત આ ગાયિકા દ્વારા ગવાયેલું ગીત ઇન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે.
Image result for kinjal dave char char bangdi vadi
 ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે કોપીરાઈટનો દાવો કર્યો છે અને જણાવ્યું છે કે, આ ગીત પોતે જ લખ્યું અને ગાયું છે, કિંજલ દવેએ તો કોપી મારી છે. ,
ચાર બંગડીવાળા ગીત’ના ઓરીજનલ ક્રિએટર કાર્તિક પટેલે કહ્યું કે ‘ચાર બંગડીવાળી’ ગીત મેં લખ્યું હતું અને તેને કિંજલ દવે એ ચોરી કરી.મને ખુશી છે કે ઇન્ડિયન કોર્ટે મને ન્યાય આપ્યો છે. કિંજલ દવે એ આ ગીતને પોતાના નામે ક્લેમ કર્યો હતો તે ખોટું છે. તમે કોઇનું ગીત કંઇ રીતે ચોરી શકો છો.
કાર્ટે આ ગાયિકાને નોટિસ પાઠવી તેના દ્વારા ગવાયેલું ગીત તમામ ઇન્ટરનેટ માધ્યમો પરથી હટાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત ગીતના વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. અપલોડ યુટયૂબ કિંજલ દવે એક વર્ષ પહેલાં નોટિસ કાર્યક્રમમાં ન ગાવા મનાઇ હુકમ આપ્યો છે.