ભાવ વધારો/ એક દિવસનાં વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો

ઝડપથી વધી રહેલા પેટ્રોલ અને ડીઝલનાં દરમાં એક દિવસનાં વિરામ બાદ આજે ફરી સરકારી ઓઇલ કંપનીઓએ બંને ઇંધણનાં ભાવમાં વધારો કર્યો છે.

Top Stories Business
petrol એક દિવસનાં વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો

ઝડપથી વધી રહેલા પેટ્રોલ અને ડીઝલનાં દરમાં એક દિવસનાં વિરામ બાદ આજે ફરી સરકારી ઓઇલ કંપનીઓએ બંને ઇંધણનાં ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવ આજે રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે છે. રાજસ્થાનનાં શ્રીગંગાનગર (103.52), મધ્યપ્રદેશનાં ઇન્દોર, ભોપાલ, રેવા, અનુપપુર અને મહારાષ્ટ્રનાં પરભણીમાં પેટ્રોલ 100 ને વટાવી ગયું છે.

zzas 57 એક દિવસનાં વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો

કોરોના રસીકરણ / બ્રિટનમાં કોવિશિલ્ડના બંને ડોઝ વચ્ચેનું અંતર  ઘટાડવામાં આવ્યું , આ લોકોને લાગુ પડશે આ નિયમ 

દિલ્હીમાં પેટ્રોલ 24 પૈસા વધીને 92.58 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. ડીઝલ પણ 27 પૈસા ઉછળીને લિટર દીઠ 83.22 રૂપિયા પર પહોંચી ગયું છે. પાંચ રાજ્યોની ચૂંટણીઓ બાદ 10 દિવસમાં  દિવસમાં પેટ્રોલ 2.21 પૈસા અને ડીઝલ 2.49 રૂપિયાનું મોંઘું થઈ ગયું છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. જો કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારોનાં વેટને દૂર કરવામાં આવે તો ડીઝલ અને પેટ્રોલનો દર આશરે 27 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે, પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકાર બંને કિંમત પર કર કોઈપણ રીતે દૂર કરી શકતા નથી. કારણ કે આવકનો મોટો હિસ્સો અહીંથી જ આવે છે. આ નાણાં વૃદ્ધિ તરફ દોરી જાય છે.

29 08 2018 petrol diesel price 18365874 એક દિવસનાં વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો

તૌકતે સામે તૈયારી: સંભવિત વાવાઝોડા તૌકતેની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ : વિજયભાઇ રૂપાણી

આફને જણાવી દઇએ કે, વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનાં ભાવને આધારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ બદલાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં દરમાં સુધારો કરે છે.

s 3 0 00 00 00 2 એક દિવસનાં વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો