Not Set/ બાંભણીયાનો ધડાકો, હાર્દિક પટેલે બેંગલોરમાં 50 હજારનું કરાવ્યું મસાજ

અમદાવાદ, આજે બે દોસ્ત બની ગયા છે એક બીજાના દુશ્મન આવું કહેવા પાછળનું કારણ છે આજની દિનેશ બાંભણીયાએ કરેલી પત્રકાર પરિષદ, જેમાં દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલના પર મોટા મોટા વાકપ્રહાર કર્યા છે. બાંભણીયાએ જણાવ્યું કે, પાટીદારોને અનામત અપાવવા મુદ્દે શરૂ થયેલું આંદોલને એક નવો વળાંક લઇ લીધો છે. હાર્દિક પટેલ હવે રાજકીય લાભો લઇ રહ્યો […]

Top Stories Ahmedabad Gujarat
Untitled 27 બાંભણીયાનો ધડાકો, હાર્દિક પટેલે બેંગલોરમાં 50 હજારનું કરાવ્યું મસાજ

અમદાવાદ,

આજે બે દોસ્ત બની ગયા છે એક બીજાના દુશ્મન આવું કહેવા પાછળનું કારણ છે આજની દિનેશ બાંભણીયાએ કરેલી પત્રકાર પરિષદ, જેમાં દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલના પર મોટા મોટા વાકપ્રહાર કર્યા છે.

બાંભણીયાએ જણાવ્યું કે, પાટીદારોને અનામત અપાવવા મુદ્દે શરૂ થયેલું આંદોલને એક નવો વળાંક લઇ લીધો છે. હાર્દિક પટેલ હવે રાજકીય લાભો લઇ રહ્યો છે. હાર્દિક હવે અનામતની વાત કરતો નથી અને જેલમાં બંધ અલ્પેશ કથિરિયાને છોડાવવા માટે પણ હાર્દિકે કોઇ જ પ્રયાસ કર્યા નથી. એટલું જ નહીં તેણે બેંગલોર જઇને લાખો રૂપિયાના ખર્ચે જલસા કર્યા છે અને  હાર્દિક પટેલે  બેંગલોરમાં 50 હજાર રૂપિયાના ખર્ચે મસાજ કરાવી હતી.

દિનેશ બાંભણીયાએ હાર્દિક પર આરોપ લગાવ્યો છે કે, અનામતનો મુદ્દે ભૂલીને હાર્દિક રાજનીતિ કરે છે. ગુજરાતમાં ત્રીજો મોરચો ઉભો કરવા હાર્દિક સાથે સોદાબાજી થઈ છે. હાર્દિક પટેલનું  જેડીયુ સાથે કનેક્શન છે. જેથી જેડીયુ ના મહામંત્રીએ હાર્દિકના સારવાર માટે ખર્ચો કર્યો છે.

દિનેશ બાંભણીયા આ મુદ્દે કહ્યું કે, હાર્દિકને કેમ ખબર પડી કે તેને સારવાર લેવા જવું પડશે. બેંગ્લોરમાં હાર્દિકે 3.60 લાખનો ખર્ચ સારવાર પાછળ ખર્ચ્યા છે,જ્યારે મસાજ પાછળ હાર્દિકે 50 હજારનો ખર્ચો કર્યો છે.

બાંભણીયાએ જણાવ્યું કે 22 સપ્ટેમ્બર, 2018ના રોજ બેંગલુરુ ખાતે 7.25 થી 9.15 વચ્ચે JDUના પ્રશાંત કિશોર સાથે મિટિંગ ચાલે છે.

હોટેલ ઈરોસ-નહેરુ પેલેસમાં મિટિંગ થઇ હતી, જેમાં ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીને ફાયદો થાય તે માટે સેટિંગ થયું હતું. દિલ્હીથી આવ્યા બાદ હાર્દિક સાથે એવી પણ વાત થય કે અનામત અંગે વાત કરવી નહીં, સાથે અસ્પેશ કથિયરિયાને છોડાવવા માટે હાર્દિકે કોઇ પણ પ્રયાસ કર્યા નથી.

દિનેશ બાંભણીયાએ આરોપોની સાથે કેટલાક ડોક્યુમેન્ટ તથા પોતે કરેલા સોગંધનામું પણ પત્રકારો સમક્ષ રજૂ કર્યું હતું. દિનેશ જણાવ્યું કે ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથિરિયાની જેલ મુક્તી માટે તારીખ 15/11/2018થી સુરત ખાતેથી મૌન યાત્રા કાઢવામાં આવશે, જ્યાં સુધી અલ્પેશની મુક્તિ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે.