Not Set/ ગેંગરેપ કેસની પીડિતાના પિતા પહોંચ્યા હાઈકોર્ટ, કરી નિષ્પક્ષ તપાસની માંગ

અમદાવાદ: રાજ્યભરમાં બહુચર્ચિત બનેલા અમદાવાદ ગેંગરેપ કેસની પીડિતાને ઉચ્ચ પોલીસ અધિકારી જે. કે. ભટ્ટ દ્વારા અભદ્ર વર્તન અને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. આ મામલે પીડિતાના પિતા દ્વારા સોમવારે ગુજરાત હાઈકોર્ટ (High Court)માં પિટીશન દાખલ કરવામાં આવી છે. આ પિટીશનમાં તેમણે હાઈકોર્ટ સમક્ષ ક્રાઈમ બ્રાન્ચના બદલે સ્વતંત્ર સંસ્થા પાસે તપાસ સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી. […]

Top Stories Ahmedabad Gujarat Trending
Ahmedabad gangrape case: victim's father filed petition in High Court, demanded impartial inquiry

અમદાવાદ: રાજ્યભરમાં બહુચર્ચિત બનેલા અમદાવાદ ગેંગરેપ કેસની પીડિતાને ઉચ્ચ પોલીસ અધિકારી જે. કે. ભટ્ટ દ્વારા અભદ્ર વર્તન અને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. આ મામલે પીડિતાના પિતા દ્વારા સોમવારે ગુજરાત હાઈકોર્ટ (High Court)માં પિટીશન દાખલ કરવામાં આવી છે. આ પિટીશનમાં તેમણે હાઈકોર્ટ સમક્ષ ક્રાઈમ બ્રાન્ચના બદલે સ્વતંત્ર સંસ્થા પાસે તપાસ સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી. આ મામલાને લઈને હાઈકોર્ટ દ્વારા આવતીકાલે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

અમદાવાદ શહેરના બહુચર્ચિત એવા ગેંગ રેપની પીડિતા પિતાએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, હાલમાં બનેલા બનાવને લઈને કેસની નિષ્પક્ષ તપાસ માટે આ ક્રાઈમ બ્રાન્ચને બદલે અન્ય સંસ્થાને તપાસ સોંપવામાં આવે.

પીડિતાએ એડિશનલ સીપી જે. કે. ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા હતા

રવિવારે સવારે પીડિતાએ પ્રેસ કોન્ફરન્સ સમક્ષ રડતાં-રડતાં ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી જે. કે. ભટ્ટના ખરાબ વર્તનની વાત રજૂ કરી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારી જે. કે. ભટ્ટની પૂછપરછ બાદ મને આત્મહત્યા કરવાનું વિચાર આવ્યો હતો. તેઓ મને ધમકાવતા હોય તેવી રીતનું વર્તન કર્યું હતું. તેમણે મારી સાથે ક્રિમિનલ જેવો વ્યવહાર કર્યો છે. તેણીએ જણાવ્યું હતું કે, જે ઘટનાને તું દુષ્કર્મ કહે છે તેમાં લાકડા જેવી વસ્તુનો ઉપયોગ કર્યો હતો તો તેને ‘રેપ’ ન કહેવાય. ‘રેપ’ કોને કહેવાય તે અમે નક્કી કરીશું.

દુષ્કર્મની ફરિયાદ બદલવા માટે પણ દબાણ કરાયું હતું: પીડિતા

પ્રેસ કોન્ફરન્સમાં પીડિતાએ જણાવ્યું હતું કે, મને ગઇકાલે ક્રાઇમબ્રાન્ચમાં બોલાવવામાં આવી હતી અને મારી સાથે ખબર રીતે વર્તન થયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારી જે. કે. ભટ્ટે ગંદી રીતે સવાલો કર્યા હતા. તેમણે સવાલ પૂછ્યો હતો કે, તારે શા માટે જવાની જરૂર હતી? મને સ્ટેટમેન્ટ બદલવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું અને ફરિયાદ બદલવા માટે કહેવામાં આવ્યું હતું.

પીડિતાએ વધુમાં કહ્યું હતું કે, ભટ્ટે મને કહ્યું હતું કે, વૃષભ તો ગાય જેવો છે. તે આવું કાંઇ કરી જ ન શકે. દુષ્કર્મના સ્થાને ચિટીંગની ફરિયાદ લખાવવા કહેવાયું હતું. મને ક્રિમીનલ તરીકે ટ્રીટ કરવામાં આવી હતી અને વારંવાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી. જે. કે. ભટ્ટે અભદ્ર વર્તન કર્યું હતું. જે.કે. ભટ્ટની પૂછપરછ બાદ મને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. જે. કે. ભટ્ટ જેવા અધિકારીઓના લીધે પીડિત યુવતીઓ ફરિયાદ કરવા માટે બહાર આવતી નથી. ગુનેગારને બચાવવાના પ્રયાસ થઈ રહ્યો છે. આ કેસની નિષ્પક્ષ રીતે મહિલા અધિકારી થકી તપાસ થાય.