Not Set/ અમદાવાદ: સેટેલાઈટ એરિયામાં યુવતીનું અપહરણ કરી ચાલુ કારમાં ગેંગરેપ

અમદાવાદ અમદાવાદમાં સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી બે શખ્સોએ ચાલુ કારમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. બળાત્કારનો વી‌ડિયો બનાવી યુવતીને લાકડી વડે માર મારી મોબાઈલ અને પર્સ લઇ છોડી દીધી હતી. સમગ્ર મામલે હાલ યુવતીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. મળતી માહિતી મુજબ ઘોડાસર વિસ્તારમાં યુવતી રહે છે. માર્ચ […]

Ahmedabad Trending
Manesar gangraperapeinamovingcar અમદાવાદ: સેટેલાઈટ એરિયામાં યુવતીનું અપહરણ કરી ચાલુ કારમાં ગેંગરેપ

અમદાવાદ

અમદાવાદમાં સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી બે શખ્સોએ ચાલુ કારમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. બળાત્કારનો વી‌ડિયો બનાવી યુવતીને લાકડી વડે માર મારી મોબાઈલ અને પર્સ લઇ છોડી દીધી હતી.

સમગ્ર મામલે હાલ યુવતીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. મળતી માહિતી મુજબ ઘોડાસર વિસ્તારમાં યુવતી રહે છે. માર્ચ મહિનામાં યુવતી નહેરુનગર સર્કલ પાસે સ્કૂટર લઈને ઊભી હતી.

ત્યારે કારમાં ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા અને યુવતીનું અપહરણ કરીને  બે શખ્સોએ ચાલુ ગાડીમાં બળાત્કાર ગુજાર્યો હતો. અન્ય શખ્સોએ તેનો મોબાઈલમાં વી‌ડિયો પણ ઉતારી લીધો હતો. એટલુ જ નહી યુવતીને લાકડીથી માર મારી તેનાં મોબાઈલ-પર્સ પણ લઈ લીધાં હતાં.

આ ઉપરાંત નરાધમોએ ધમકી આપી હતી કે જો આ બાબતે તે કોઈને કહેશે તો તેના બોયફ્રેન્ડ અને બહેનને મારી નાખશે. જેથી પોલીસે આ ઘટનાના પગલે  કાર્યવાહી હાથધરી છે.

શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરુનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી બે શખ્સોએ ચાલુ કારમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી હતી.

આ ઘટના અંગે યુવતીએ તેનાં માતા-પિતાને વાત કરતાં તેઓ દ્વારા અભયમ્ હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી. અભયમની ટીમ તેને લઈને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લઇ જતાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધી હતી, જોકે બનાવની શરૂઆત સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ હોઈ ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરવામાં આવી છે. સેટેલાઈટ પોલીસે વૃષભ, યામિની, ગૌરવ દાલમિયા સહિતના લોકો સામે અપહરણ, બળાત્કાર, આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.