Not Set/ ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, વીજદરમાં યુનિટ દીઠ 10 પૈસાનો મળશે લાભ

મંતવ્ય ન્યૂઝ, હાલમાં ગુજરાતમાં લોકો અગનવર્ષા જેવી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ગરમીથી ત્રસ્ત ગુજરાતીઓ માટે એક રાહતના સમાચાર છે. હકીકતમાં સરકારે રહેણાક માટે એનર્જી સ્લેબમાં ઘટાડો કરતા ગ્રાહકોને વીજદરમાં યુનિટ દીઠ 10 પૈસાનો લાભ મળ્યો છે. ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યૂલેટરી કમિશને વર્ષ 2019-20 માટે વીજદરમાં કોઈ વધારો કર્યો નથી. બીજી તરફ રહેણાક શ્રેણી માં […]

Ahmedabad Gujarat
coalpylons2 ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, વીજદરમાં યુનિટ દીઠ 10 પૈસાનો મળશે લાભ

મંતવ્ય ન્યૂઝ,

હાલમાં ગુજરાતમાં લોકો અગનવર્ષા જેવી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ગરમીથી ત્રસ્ત ગુજરાતીઓ માટે એક રાહતના સમાચાર છે. હકીકતમાં સરકારે રહેણાક માટે એનર્જી સ્લેબમાં ઘટાડો કરતા ગ્રાહકોને વીજદરમાં યુનિટ દીઠ 10 પૈસાનો લાભ મળ્યો છે. ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યૂલેટરી કમિશને વર્ષ 2019-20 માટે વીજદરમાં કોઈ વધારો કર્યો નથી. બીજી તરફ રહેણાક શ્રેણી માં એનર્જી ચાર્જના અગાઉ 5 સ્લેબ હતા જે ઘટાડીને 4 કરવામાં આવ્યા છે.

સ્લેબમાં ઘટાડાને કારણે ગ્રાહકોને યુનિટ દીઠ 10 પૈસાનો ફાયદો થશે. આંકડાઓ જોઇએ તો ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યૂલેટરી કમિશનના આ નિર્ણયથી કુલ મળીને રહેણાંક વીજ ગ્રાહકોને વાર્ષિક 5 કરોડ 31 લાખનો લાભ થશે. તદુપરાંત કૃષિમાં લીફ્ટ સિંચાઈને પ્રોત્સાહન આપવા એનર્જી કોસ્ટ 30 પૈસા ઘટાડવામાં આવ્યો છે. આ નવો ફેરફાર અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં ટોરેન્ટ પાવરના ગ્રાહકોને લાગૂ પડશે.