Not Set/ અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેવો પડ્યો

અમદાવાદ, અમદાવાદમાં 1 જ કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.સૌથી વધુ વરસાદ વટવા અને નરોડામાં અઢી ઈંચ પડ્યો હતો.જ્યારે ઓઢવ, વિરાટનગર, મેમ્કો વિસ્તારમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.સૌથી ઓછો અડધો ઈંચ વરસાદ રાણીપ અને બોડકદેવમાં પડ્યો હતો. અડધાથી અઢી ઈંચ વરસાદમાં શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા.જો કે, વરસાદ બંધ થતાં પાણી ઓસરી ગયા […]

Top Stories Ahmedabad Gujarat
aaaaaaaaaamahi pp અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેવો પડ્યો

અમદાવાદ,

અમદાવાદમાં 1 જ કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.સૌથી વધુ વરસાદ વટવા અને નરોડામાં અઢી ઈંચ પડ્યો હતો.જ્યારે ઓઢવ, વિરાટનગર, મેમ્કો વિસ્તારમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.સૌથી ઓછો અડધો ઈંચ વરસાદ રાણીપ અને બોડકદેવમાં પડ્યો હતો.

અડધાથી અઢી ઈંચ વરસાદમાં શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા.જો કે, વરસાદ બંધ થતાં પાણી ઓસરી ગયા હોવાનો દાવો મ્યુનિ.એ કર્યો હતો.વરસાદની ભારે તીવ્રતાને પગલે વાસણા બેરેજની સપાટી 134 ફૂટેથી ઘટાડી 130.50 ફૂટની કરી દેવામાં આવી હતી.

પુર્વ ઝોનમાં 2 ઇંચ

પશ્વિમ ઝોનમાં 1 ઇંચ

ઉત્તર-પશ્વિમ ઝોનમાં 10 મીમી

દક્ષીણ-પશ્વિમમાં 1 ઇંચ

ઉત્તર-ઝોનમાં 11 મીમી

સિંચાઈ વિભાગે મ્યુનિ.ની કોઈપણ સૂચના મળે તે પહેલાં જ વાસણા બેરેજના 6 દરવાજા ખોલી 17,992 ક્યુસેક પાણી છોડ્યું હતું.સમગ્ર અમદાવાદ જિલ્લામાં સિઝનનો અત્યાર સુધી 72 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં અમદાવાદમાં 70 ટકા, સાણંદમાં 71.85 ટકા, ધંધુકામાં 109.06 ટકા, ધોલેરામાં 74.6 ટકા, વિરમગામમાં 35.39 ટકા, દેત્રોજમાં 46.2 ટકા, માંડલમાં 31.16 ટકા, દસ્ક્રોઈમાં 65.59 ટકા, ધોળકામાં 86.71 ટકા અને બાવળામાં 102.37 ટકા સિઝનના કુલ સરેરાશ વરસાદ સામે નોંધાયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.