Not Set/ LRD પેપર લીકમાં મોટો ખુલાસો: 10 લોકોની અટકાયત, યશપાલ માત્ર મોહરું

અમદાવાદ, લોક રક્ષકની ભરતીની પરિક્ષાના પેપર લીકમાં એક પછી એક મોટા ચોંકાવનારા ખુલાસોઓ આવી રહ્યા છે, અત્યાર સુધી યશપાલને આ સમગ્ર પેપર લીક મામલે માસ્ટર માઈન્ડ સમજવામાં આવતો હતો, તે હવે માત્ર મોહરું છે તેવી માહિતી સામે આવી રહી છે. અત્યારે પોલીસની પકડમાં 10 જેટલા લોકો આવી ગયા છે. એવી પણ માહિતી મળી રહી છે […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 21 LRD પેપર લીકમાં મોટો ખુલાસો: 10 લોકોની અટકાયત, યશપાલ માત્ર મોહરું

અમદાવાદ,

લોક રક્ષકની ભરતીની પરિક્ષાના પેપર લીકમાં એક પછી એક મોટા ચોંકાવનારા ખુલાસોઓ આવી રહ્યા છે, અત્યાર સુધી યશપાલને આ સમગ્ર પેપર લીક મામલે માસ્ટર માઈન્ડ સમજવામાં આવતો હતો, તે હવે માત્ર મોહરું છે તેવી માહિતી સામે આવી રહી છે. અત્યારે પોલીસની પકડમાં 10 જેટલા લોકો આવી ગયા છે.

એવી પણ માહિતી મળી રહી છે કે, પેપર લેવા માટે યશપાલસિંહ દિલ્હી ગયો હતો તેમજ ત્યાંથી તેને બાયએર વડોદરા મોકલવામાં આવ્યો હતો. યશપાલ પણ પરીક્ષાર્થી હોવાને કારણે તેને બાયએર વડોદરા મોકલાયો હતો.

સંદિપ ખડક અને પ્રતિક નામના એક વ્યક્તિની મોટો ભૂમિકા પણ રહી છે. ગુજરાત પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એટીએસ તરફથી તમામ કડીઓ મેળવી લેવામાં આવી છે. આ મામલે યશપાલની પણ ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરવામાં આવી શકે છે.

પેપર ખરીદનાર યુવક પ્રિતેશ પટેલની ધરપકડ

અરવલ્લીના બાયડમાંથી પેપર ખરીદનાર યુવક પ્રિતેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. બાયડના રમોસથી 20 વર્ષીય પ્રિતેશ પટેલની ગાંધીનગર પોલીસે અટકાયત કરી. વહેલી સવારે 3 વાગે પ્રિતેશ પટેલના ઘરેથી જ પોલીસે અટકાયત કરી હતી. હાલ આ સમગ્ર મામલે પ્રિતેશની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસને મનહર પટેલની પૂછપરછ બાદ મળેલી લિંકના આધારે જ પ્રિતેશ પટેલની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કોણે કોણે પેપર ખરીદ્યા તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

યશપાલને એક કરોડ રૂપિયા આપવાના હતા

યશપાલને ફક્ત આન્સર કી લેવા માટે દિલ્હી મોકલવામાં આવ્યો હતો. તેની ભૂમિકા આન્સર કી લાવવા સુધીની સિમિત હતી. આ માટે તેને એક કરોડ રૂપિયા આપવાના હતા.

યશપાલે આન્સર કી મેળવીને મનહરને આપવાની હતી. આ ગ્રુપમાં 20 લોકો હતા. જેમાં એક વ્યક્તિ પાસેથી રૂ. પાંચ લાખ લેવાના હતા. જેમાં આન્સર સીટ મળે ત્યારે એક લાખ આપવાના તેમજ જ્યારે આન્સર કી પેપર સાથે મેચ થાય ત્યારે બાકીને ચાર લાખ આપવાના હતા.

આજે મંગળવારે આ કેસમાં અનેક મોટો ખુલાસા સામે આવ્યા. જેમાં ગાંધીનગરમાં આવેલી હોટલ અંજલિ ઈનનું પણ નામ આવ્યું, જ્યા આ સમગ્ર કૌભાંડનું ષડયંત્ર રચાયું હતું.

હોટલમાં યોજાયેલી આ મિટિંગમાં 50 જેટલા લોકો સામેલ હતા. ચારેય આરોપીઓનું ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ મેડિકલ તપાસ કરાયું હતું. જે લોકોની પૂછપરછ કરાઈ.

તેમાં સામે આવ્યું છે કે, પેપર લીક કરવાનો પ્લાન ત્ર્યંબકેશ્વર મંદિરમાં ઘડાયો હતો. જ્યારે કે દક્ષિણ ભારતના એક શહેરમાં તેનું પ્રિન્ટીંગ થયું હતું. આ કામમાં વોટ્સએપ પર 20 લોકોનું ગ્રૂપ બનાવાયું હતં, જેમાં પીવી પટેલે રૂપલને પણ ગ્રૂપમાં એડ કરી હતી

આવી રીતે સામે આવ્યું હતું.

રૂપલ શર્મા પાસે વોટ્સએપ પર જવાબો આવ્યા હતા. આ સાચા છે કે નહીં તેની ખરાઈ માટે પી.એસ.આઈ ભરત બોરાણાનો સંપર્ક કર્યો. ભરત બોરાણાએ આ અંગેની જાણ પોલીસ ભરતી બોર્ડના વિકાસ સહાયને કરી અને આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

ગાંધીનગરમાં રહેતી અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલમાં રૂપલ શર્મા રેક્ટર રીતે ફરજ બજાવે છે, રૂપલ શર્માના પિતા પૂર્વ PSI હતા. જયારે  રૂપલ શર્મા પણ પરીક્ષાની ઉમેદવાર હતી.

વધુ સમાચાર માટે

BIG NEWS: LRD પેપર લીક મામલો: વધુ 4 આરોપીઓની ધરપકડ, SP મયુર ચાવડાએ કર્યા મોટા ખુલાસાઓ