Not Set/ અમદાવાદ : પ્રોફેસરની પત્નીએ શરીર સુખનો ઇન્કાર કરતા વિદ્યાર્થીએ કરી મારપીટ

સેટેલાઇટ પોલીસ મથકે મારપીટની એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ફરિયાદી કોલેજના પ્રોફેસરના પત્ની છે. પ્રોફેસરના પત્નીએ એક વિદ્યાર્થી સામે આ ફરિયાદ આપી છે. જેમાં મારપીટનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સેટેલાઇટમાં રહેતા એક પ્રોફેસર થોડા સમય માટે બહારગામ ગયા હોવાથી તેની તકનો લાભ લઈને એક વિદ્યાર્થીએ તેમના પત્ની સાથે સારા સંબંધો કેળવી […]

Ahmedabad Top Stories Gujarat
Man Hitting Woman અમદાવાદ : પ્રોફેસરની પત્નીએ શરીર સુખનો ઇન્કાર કરતા વિદ્યાર્થીએ કરી મારપીટ

સેટેલાઇટ પોલીસ મથકે મારપીટની એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ફરિયાદી કોલેજના પ્રોફેસરના પત્ની છે. પ્રોફેસરના પત્નીએ એક વિદ્યાર્થી સામે આ ફરિયાદ આપી છે. જેમાં મારપીટનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સેટેલાઇટમાં રહેતા એક પ્રોફેસર થોડા સમય માટે બહારગામ ગયા હોવાથી તેની તકનો લાભ લઈને એક વિદ્યાર્થીએ તેમના પત્ની સાથે સારા સંબંધો કેળવી લીધા હતા. આ વિદ્યાર્થી જીપીએસસીની તૈયારી કરતો હોવાનું માલુમ પડ્યું છે. પ્રોફેસર અને તેની પત્નીને એક નાનો પુત્ર પણ હોવાનું જાણવા મળ્યું છે.

IMG 20171020 140434 e1540981662857 અમદાવાદ : પ્રોફેસરની પત્નીએ શરીર સુખનો ઇન્કાર કરતા વિદ્યાર્થીએ કરી મારપીટ

પ્રોફેસરની ગેરહાજરીમાં આ યુવક તેમના પત્ની અને દીકરાને પાંચ દિવસ માટે ફરવા લઈ ગયો હતો. આ દરમિયાન ચોટીલા ખાતે તેણે પ્રોફેસરની પત્ની પાસે શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. જોકે, યુવકના ઈરાદા પારખી ગયેલા પ્રોફેસર પત્નીએ શરીર સુખનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં યુવકે તેની સાથે મારપીટ કરી હતી તેમજ તેને બદનામ કરી દેવાની ધમકી આપી હતી.

આ અંગે સેટેલાઇટ પોલીસે જણાવ્યું હતું કે, પ્રોફેસરના પત્ની જ્યારે યુવક સાથે બહાર ગયા હતા ત્યારે જ તેમના પતિ ઘરે આવી ગયા હતા. ઘરે પત્ની ન હોવાનું જાણીને તેમણે આ અંગેની જાણ પોલીસને કરી હતી. જોકે, બંને પાંચ દિવસમાં ઘરે આવી ગયા હતા.