Not Set/ અમદાવાદ : માર્કેટમાં મંદીનો ભરડો, ઉડી રહ્યા છે કાગડા

રાજ્યના મુખ્ય તહેવાર એવા દિવાળી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ બજારોમાં જોઈએ એવો ઉત્સાહ જણાતો નથી. દિપાવલી પર્વ હોવા છતાં પણ અમદાવાદના માધુપુરા માર્કેટમાં જાણે કાગડા ઉડી રહ્યા છે. સતત ધમધમતું રહેતું માધુપુરા માર્કેટ સુમસામ લાગી રહ્યું છે. મોલ અને ઓનલાઈન ખરીદી કરવાના ક્રેઝના કારણે વેપાર ધંધા જાણે મૃત્યુની ગર્તા તરફ ધકેલાઈ […]

Top Stories Ahmedabad Gujarat
AHD Diwali Market અમદાવાદ : માર્કેટમાં મંદીનો ભરડો, ઉડી રહ્યા છે કાગડા

રાજ્યના મુખ્ય તહેવાર એવા દિવાળી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ બજારોમાં જોઈએ એવો ઉત્સાહ જણાતો નથી.

દિપાવલી પર્વ હોવા છતાં પણ અમદાવાદના માધુપુરા માર્કેટમાં જાણે કાગડા ઉડી રહ્યા છે. સતત ધમધમતું રહેતું માધુપુરા માર્કેટ સુમસામ લાગી રહ્યું છે.

મોલ અને ઓનલાઈન ખરીદી કરવાના ક્રેઝના કારણે વેપાર ધંધા જાણે મૃત્યુની ગર્તા તરફ ધકેલાઈ ગયા છે. કરોડો રુપીયાનું ટર્ન ઓવર ધરાવતા માધુપુરા માર્કેટના વેપારી શહેરમાં સ્ટેટસ સિમ્બોલ ગણાતા હોય છે. પરંતુ વેપારમાં ભયંકર મંદી પ્રવર્તિ રહી હોવાના કારણે વેપારીઓ અત્યંત દયનીય હાલતમાં મુકાઈ ગયા છે.

હાલ, વિવિધ ઓનલાઇન સ્ટોર દ્વારા પણ અલગ-અલગ પ્રકારના સેલ ચાલી રહ્યા છે. ગ્રાહકોને લોભામણી ઓફરો આપવામાં આવી રહી છે. જેથી વેપારીઓને ભારે મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.