YouTube/ કોણ છે નીલ મોહન? જે સાત વર્ષમાં બન્યા યુટ્યુબના નવા સીઈઓ

ભારતીય મૂળના નીલ મોહન વિશ્વના સૌથી મોટા વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબના આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) હશે. આ સાથે ભારતીય મૂળની અન્ય વ્યક્તિ અગ્રણી…

Top Stories World Tech & Auto
Neal Mohan CEO of YouTube

Neal Mohan CEO of YouTube: ભારતીય મૂળના નીલ મોહન વિશ્વના સૌથી મોટા વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબના આગામી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) હશે. આ સાથે ભારતીય મૂળની અન્ય વ્યક્તિ અગ્રણી ટેક્નોલોજી કંપનીઓમાં ટોચના સ્થાન પર કબજો કરશે. ભારતીય મૂળના સુંદર પિચાઈ પણ યુટ્યુબની માલિકી ધરાવતી કંપની ગૂગલના CEO પદ પર છે. માઈક્રોસોફ્ટના ચીફ સત્ય નડેલા, IBMના ચીફ અરવિંદ કૃષ્ણા અને એબોડના ચીફ શાંતનુ નારાયણના પણ ભારત સાથે સંબંધો છે.

2008માં ગૂગલમાં જોડાયેલા મોહનને 2015માં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પદ પર રહીને તે યુટ્યુબ પ્લેટફોર્મ પર શોર્ટ્સ, મ્યુઝિક અને સબસ્ક્રિપ્શન ઓફર લાવ્યા. એવું કહેવાય છે કે ભારતીય મૂળના નીલ મોહનનો જન્મ ક્યાં થયો હતો તેની કોઈ નક્કર માહિતી નથી. જોકે, મોહનના અમેરિકામાં રહેતા શિક્ષણ અને નોકરીને લગતી માહિતી ઉપલબ્ધ છે.

1996 માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેમણે 1996માં જ ટેક્નોલોજી કંપની એક્સેન્ચરમાં વરિષ્ઠ વિશ્લેષક તરીકે કામ કર્યું હતું. તેમણે 2005માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું. નીલ મોહને થોડો સમય માઇક્રોસોફ્ટમાં અને પછી ડબલક્લિકમાં પાંચ વર્ષ કામ કર્યું. નીલ મોહન 2008માં ગૂગલમાં જોડાયા જ્યારે ગૂગલ ડબલક્લિકને હસ્તગત કરી રહ્યું હતું. ત્યારપછી તેઓ Google ખાતે ડિસ્પ્લે અને વીડિયો જાહેરાતોના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બન્યા. તેઓ 2015 થી યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે કામ કરી રહ્યા હતા, હવે તેમને CEO નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગૂગલ પહેલા તેઓ લગભગ છ વર્ષ સુધી ડબલક્લિક સાથે સંકળાયેલા હતા પરંતુ વર્ષ 2008માં ગૂગલે તેમને હસ્તગત કરી લીધું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી તેમણે જાહેરાત અને ઉત્પાદન ક્ષેત્રમાં તેની કારકિર્દીની શરૂઆત કરી. મોહન યુટ્યુબની કમાન સંભાળતાની સાથે જ વિશ્વની બીજી મોટી ટેક્નોલોજી કંપની ભારતીય મૂળના વ્યક્તિના નેતૃત્વમાં આવશે. નોકિયા ઇન્કના સીઇઓ રાજીવ સુરી અને માસ્ટરકાર્ડના સીઇઓ અજયપાલ સિંહ બંગા પણ ભારતમાં જન્મ્યા અને ઉછર્યા હતા.

આ પણ વાંચો: Bhupendra Patel/જળસંચયનું અભિયાન હવે રાજ્યમાં જળક્રાંતિનું જન આંદોલન બની ગયું: ભૂપેન્દ્ર પટેલ