Not Set/ ગુજરાતની 10 હજાર ટ્રીપ કેન્સલ, સમાધાન માટે તંત્ર દ્વારા પ્રયત્ન

ગુજરાત, ગુજરાતમાં રાજ્યભરના એસ.ટી કર્મચારીઓ માસ હડતાળ પર ઉતર્યા છે. વિવિધ પડતર માગણીઓને લઇ એસ.ટી કર્મચારીઓ એકઠા થયા હતા અને પોતાની માગણી સંતોષવા હુંકાર કર્યો હતો. જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. એસ.ટી કર્મચારીઓ માસ હડતાળના પગલે ગુજરાતની 10 હજાર ટ્રીપ કેન્સલ થઇ છે. કુલ 8209 બસોના પૈડાં થંભી ગયા છે. આ બાબતે નિગમ […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 282 ગુજરાતની 10 હજાર ટ્રીપ કેન્સલ, સમાધાન માટે તંત્ર દ્વારા પ્રયત્ન

ગુજરાત,

ગુજરાતમાં રાજ્યભરના એસ.ટી કર્મચારીઓ માસ હડતાળ પર ઉતર્યા છે. વિવિધ પડતર માગણીઓને લઇ એસ.ટી કર્મચારીઓ એકઠા થયા હતા અને પોતાની માગણી સંતોષવા હુંકાર કર્યો હતો.

જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. એસ.ટી કર્મચારીઓ માસ હડતાળના પગલે ગુજરાતની 10 હજાર ટ્રીપ કેન્સલ થઇ છે. કુલ 8209 બસોના પૈડાં થંભી ગયા છે.

આ બાબતે નિગમ સચિવ હાર્દિક સગરે જણાવ્યુ કે આ હડતાળના કારણે સવારના 10 વાગ્યા સુધીમાં એક કરોડ 40 લાખનું નુકસાન થયુ છે.એસ.ટી કર્મચારીઓની હડતાળમાં સમાધાન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે.પ્રજા હાલાકી ન ભોગવે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે.