અમદાવાદ,
અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ નીચે અજાણ્યા શખ્સે ફાયરિંગ કયુઁ છે.જેમા એક આધેડના પગમાં ગોળી વાગતા આધેડને સોલા સિવિલ હોસ્પિટલે સારવાર અથૅ ખસેડવામા આવ્યા છે.આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના ચંદલોડિયામાં રહેતા અને સોડાની લારી ચલાવતા મદનલાલ પાલ પર ગઈ કાલે રાત્રે ફાયરિંગ થયું હતું. મદનલાલ ગઈકાલે રાત્રે તેમના ઘરે જતા હતા ત્યારે તેમની પાસે ત્રણેક યુવકો આવ્યા અને તેમની સાથે ઝઘડો કરી તેમના પર ફાયરિંગ કર્યું.
ફાયરિંગમાં તેમને પગમાં ગોળી વાગી હતી, જેથી મદન લાલ પાલને પગમાં ગોળી વાગતા તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા.આ ઘટનાની જાણ થતા સોલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેમને સારવાર અર્થે ખસેડયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
