Not Set/ અમદાવાદ : ઘરમાં ઘુસી, ગળાફાંસો આપી યુવકની કરપીણ હત્યા

અમરાઇવાડી વિસ્તારમાં આવેલ રબારી કોલોનીમાં રહેતા એક યુવકની દોરી વડે ગળાફાંસો આપીને હત્યા કરીને આરોપી નાસી છૂટ્યા છે. વહેલી સવારે યુવકની પત્ની રૂપિયા લેવા માટે ઘરે આવી ત્યારે તેની લાશ જોઇ હતી. ચંપાબહેનનો પુત્ર મહેશ તેની પત્ની વંસતબહેન અને બાળકો સાથે રબારી કોલોની પાસે ભાડાના મકાનમાં રહે છે.  ગુરુવાર મોડી રાતે મહેશ તેના ઘરે એકલો […]

Top Stories Ahmedabad Gujarat
dead kill murder 1528625537249 અમદાવાદ : ઘરમાં ઘુસી, ગળાફાંસો આપી યુવકની કરપીણ હત્યા

અમરાઇવાડી વિસ્તારમાં આવેલ રબારી કોલોનીમાં રહેતા એક યુવકની દોરી વડે ગળાફાંસો આપીને હત્યા કરીને આરોપી નાસી છૂટ્યા છે. વહેલી સવારે યુવકની પત્ની રૂપિયા લેવા માટે ઘરે આવી ત્યારે તેની લાશ જોઇ હતી.

ચંપાબહેનનો પુત્ર મહેશ તેની પત્ની વંસતબહેન અને બાળકો સાથે રબારી કોલોની પાસે ભાડાના મકાનમાં રહે છે.  ગુરુવાર મોડી રાતે મહેશ તેના ઘરે એકલો હતો ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેની હત્યા કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રબારી કોલોનીના ગેટ નંબર-1 પાસે મહેશભાઇ દંતાણીનો કોઇ ઓળખીતો તેના ઘરે આવ્યો હતો અને અગમ્ય કારણસર તેનું ગળું દોરીથી દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. વહેલી સવારે મહેશની પત્ની રૂપિયા લેવા માટે ઘરે આવી ત્યારે તેને બેભાન હાલતમાં જોયો હતો. સ્થાનિકોએ તાત્કા‌િલક 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જોકે તેમણે મહેશનું મોત થઇ ગયું હોવાનું જાહેર કર્યું હતું.

પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યાનું કારણ જાણવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે જ્યારે મહેશની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે.