જામનગરમાંથી સગીરનું અપહરણ બાદ તેની હત્યા કરાયેલી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. 16 વર્ષીય હાર્દિક પીઠડીયાનું મોહનનગર નજીકના આવાસ ખાતેથી અપહરણ થયું હતું. બાદમાં તેનો મૃતદેહ શહેરથી થોડે દૂર મળી આવ્યો છે, અચરજની વાત એ છે કે, આ મૃતદેહ કોઈએ સળગાવી નાંખ્યો છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સામે આવ્યું છે કે, બંને મિત્રોએ જ સજાતીય સબંધો બાબતે કિશોરની હત્યા કરી હતી.
આ સમગ્ર બાબતમાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર ગુમ થનાર સગીરને તેમના જ બે મિત્રો શુભમ પરમાર અને મનીષ બારડ નામના બે વ્યક્તિઓ સાથે સજાતીય સંબંધો હતા. કોઈ એક આકર્ષણના કારણે તેઓ રિલેશનશીપમાં હતા અને કોઈ બાબતને લઈને મનદુઃખ હોવાના કારણે તેને જામનગર નજીક સુવરડા ગામની સીમમા લઈ જઈ તેને ગળે ટૂંકો આપી અને ઇન્જેક્શન વડે કોઈ પ્રવાહી તેના શરીરમાં નાખી તેમજ પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કરી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી.
આ પણ વાંચો: દ્વારકા પોલીસે સિરપના વ્યાપાર સાથે સંકળાયેલા આઠ લોકોની કરી ધરપકડ
આ પણ વાંચો:
આ પણ વાંચો:
