Not Set/ સુરત : કીમ નદી ભયજનક સપાટી, એલર્ટ જાહેર

સુરત, સુરતમાં શનિવારે પડેલા ભારે વરસાદના પગલે કિમ નદી ભયજનક સપાટી પહોંચી છે.કિમ નદી ભયજનક સપાટીથી માત્ર સવા મીટર દૂર છે.જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.કઠોડરા ગામ સહિત કેટલાક ગામોમાં કિમ નદીના પાણી ઘુસ્યા છે.જ્યારે માંગરોળ તાલુકાનું સિયાલજ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સુરત જીલ્લામાં મેઘરાજાએ ધમાચકડી મચાવી છે. ઓલપાડમાં છ કલાકમાં 12 […]

Top Stories Gujarat Surat Videos
arja 2 સુરત : કીમ નદી ભયજનક સપાટી, એલર્ટ જાહેર

સુરત,

સુરતમાં શનિવારે પડેલા ભારે વરસાદના પગલે કિમ નદી ભયજનક સપાટી પહોંચી છે.કિમ નદી ભયજનક સપાટીથી માત્ર સવા મીટર દૂર છે.જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.કઠોડરા ગામ સહિત કેટલાક ગામોમાં કિમ નદીના પાણી ઘુસ્યા છે.જ્યારે માંગરોળ તાલુકાનું સિયાલજ ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

સુરત જીલ્લામાં મેઘરાજાએ ધમાચકડી મચાવી છે. ઓલપાડમાં છ કલાકમાં 12 ઈંચ વરસાદથી શહેરના તમામ માર્ગો જળાશય બની ગયાની હાલત સર્જાઈ છે. વહીવટીતંત્રને જરૂર પડયે સ્થળાંતરની તૈયારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

ઓલપાડ આખુ જળબંબાકાર બન્યું હતું મકાનો-દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. ઉપરાંત સેવા સદનમાં પણ પાણી ઘુસ્યાહતા. નીચાણવાળા ભાગોમાંથી સ્થળાંતર કરાવાયુ હતું.

સુરતમાં ભારે વરસાદથી નદીઓ ભયજનક સપાટીએ પહોંચી છે.મહુવાની અંબિકા નદી ભયજનક સપાટીએ પહોંચી છે.જેને લઇને મહુવા અનાવલ જતો રાજ્યધોરી માર્ગ બંધ કરવામાં આવ્યો છે.નદીમાં બ્રિજ પરથી પાણી વહી રહ્યું છે.જેના પગલે સતર્કતા દાખવીને પ્રશાસન દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.