Not Set/ અમરેલી જિલ્લાના આ ગામમાં એક વાર આવ્યા બાદ નેતાઓ થઈ જાય છે ગુમ: ગામના લોકો

અમરેલી, અમરેલી જીલ્લાના બગસરાથી ત્રણ ચાર કિલોમીટર દૂર આવેલ વસ્તી. જ્યાં 300 થી 400 સરાણીયા પરિવારો વસવાટ કરી રહ્યાં છે.ઉપર આભ અને નીચે ધરતી ના આશરે જીવતા આ ગરીબ પરિવારો પાસે પ્રાથમિક સુવિધાનો અભાવ છે. છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી અંહી રહેતા લોકો ઝૂંપડા બાંધીને રહે છે. રહેવા માટે પાકા ઘરની વ્યવસ્થા તો નથી જ પરંતુ […]

Top Stories Gujarat Others Videos
mantavya 523 અમરેલી જિલ્લાના આ ગામમાં એક વાર આવ્યા બાદ નેતાઓ થઈ જાય છે ગુમ: ગામના લોકો

અમરેલી,

અમરેલી જીલ્લાના બગસરાથી ત્રણ ચાર કિલોમીટર દૂર આવેલ વસ્તી. જ્યાં 300 થી 400 સરાણીયા પરિવારો વસવાટ કરી રહ્યાં છે.ઉપર આભ અને નીચે ધરતી ના આશરે જીવતા આ ગરીબ પરિવારો પાસે પ્રાથમિક સુવિધાનો અભાવ છે.

છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી અંહી રહેતા લોકો ઝૂંપડા બાંધીને રહે છે. રહેવા માટે પાકા ઘરની વ્યવસ્થા તો નથી જ પરંતુ લાઈટ કે પાણીની પણ વ્યવસ્થા નથી. પરંતુ સરકાર અમને મદદ કરશે તેવી એક આશા સાથે તેઓ જીવી રહ્યાં છે. રાત્રે જીવજંતુ સહિત સાપ સહિતનો ભય અંહી સતાવી રહ્યો છે. લાઈટ ન હોવાને કારણે ડિલિવરી દીવાના અજવાળે કરાવવી પડે છે ક્યાં ખિલખિલાટ અને ક્યાં 108 બસ આજ છે પ્રગતિશીલ ગુજરાત જ્યા ચાલીશ-ચાલીશ વર્ષ થી પ્રાથમિક સુવિધાઓથી વંચિત પરિવારો જીવી રહયા છે.

કાગળ વીણીને ગુજરાન ચલાવતા આ લોકોના બાળકોને સ્કૂલે મોકલવાના પૈસા નથી.. સરકારના સ્વચ્છતા અભિયાનમા હાથબટાઈ થાય છે આ છે અજ્ઞાનતાની મહાનતા.. બિચારા અશિક્ષિત ગરીબ સરાણીયા પરિવારો પાસે રાજકીય આગેવાનો ચૂંટણી સમયે પ્રાથમિક સુવિધાની મોટી લોલીપોપ આપી મત મેળવી અદશ્ય થઈ જાય છે.

શું આ ગરીબ પરિવારોના નાના ફુલકા બાળકોનું ભવિસ્ય શું શિક્ષણ આજ છે દેશનું ભવિસ્ય જે પોતાનું ગુજરાન ચલાવવા માટે ગલી શહેર અને રસ્તાઓ પર પડેલા પ્લાસ્ટિક કચરાઓ ઉઠાવી વહેંચીને પોતાનું એક ટાઇમનું બાળકોનું ભોજન મેળવે છે અને સરકારનું સ્વચ્છતા અભિયાનમા હાથબટાઈ થાય છે.

આ છે અજ્ઞાનતાની મહાનતા બિચારા અશિક્ષિત ગરીબ સરાણીયા પરિવારો પાસે રાજકીય આગેવાનો ચૂંટણી સમયે પ્રાથમિક સુવિધાની મોટી લોલીપોપ આપી મત મેળવી અદ્રશ્ય થઈ જાય છે અને આ પરિવારો સરકાર પાસે પોતાના બાળકો અને પરિવારો માટે એક આશા રાખી બેઠા છે કે સરકાર અથવા ઇશ્વરજ અમોને મદદ કરશે.