Not Set/ અમરેલીના બાબરા તાલુકામાં યુવાનનો આપઘાત : વીડિયો સુસાઇડ નોટ વાયરલ

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઘુઘરાળા ગામે થોડા દિવસ પહેલા દલિત યુવાને પોતાના ઘરે જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાના મોબાઇલમાં વીડિયો સુસાઇડ નોટ બનાવી પોતાના મિત્રોને મોકલી હતી. જેમાં યુવાને જણાવ્યું હતું કે, હું સુરેશ ચાવડા, જિંદગીમાં ક્યારેય પણ કોઇને એવો અહેસાસ ન થવા દેતા કે અમે તમારા વગર […]

Top Stories Gujarat Others
Maha Suicide d અમરેલીના બાબરા તાલુકામાં યુવાનનો આપઘાત : વીડિયો સુસાઇડ નોટ વાયરલ

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઘુઘરાળા ગામે થોડા દિવસ પહેલા દલિત યુવાને પોતાના ઘરે જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાના મોબાઇલમાં વીડિયો સુસાઇડ નોટ બનાવી પોતાના મિત્રોને મોકલી હતી.

જેમાં યુવાને જણાવ્યું હતું કે, હું સુરેશ ચાવડા, જિંદગીમાં ક્યારેય પણ કોઇને એવો અહેસાસ ન થવા દેતા કે અમે તમારા વગર જીવી નથી શકતા નહીંતર તમને એ જીવવા નહીં દે.

AMR Suicide અમરેલીના બાબરા તાલુકામાં યુવાનનો આપઘાત : વીડિયો સુસાઇડ નોટ વાયરલ
mantavyanews.com

સરેશ ચાવડાએ વીડિયો સુસાઇડમાં વધુમાં જણાવ્યું હતું કે, હું મારા મનથી આત્મહત્યા કરૂ છું, બસ હવે હું જિંદગીથી હારી ગયો છું, મને કોઇ પણ પ્રકારનું દબાણ નથી. આમાં કોઇનો વાંક નથી, આનો જવાબદાર ખુદ હું જ છું, અલવિદા દોસ્તો.

વીડિયો સુસાઇડ બનાવી યુવાને પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.