Not Set/ જેતલવડ ગામની 8 વર્ષની માસુમ બાળકી સાથે પાડોશીએ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરતા ચકચાર

વિસાવદર વિસાવદરના જેતલવડ ગામની માસુમ બાળકી સાથે પાડોશીએ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચયુઁ હોવાની ઘટના સામે આવી છે. આ નરાધમે 8 વર્ષની માસુમ બાળાને ગોળાની લાલચ આપીને કૃત્ય આચયુઁ હતું. વિસાવદરના જેતલવડ ગામમાં રહેતા પરબત દુદા મેર માસુમ બાળકીને ગોળો ખવડાવવાની લાલચ આપી હતી અને તેના સાથે પશુને પણ શરમાવે તેવી હરકત કરી હતી. આ 8 […]

Gujarat
rep જેતલવડ ગામની 8 વર્ષની માસુમ બાળકી સાથે પાડોશીએ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરતા ચકચાર

વિસાવદર

વિસાવદરના જેતલવડ ગામની માસુમ બાળકી સાથે પાડોશીએ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચયુઁ હોવાની ઘટના સામે આવી છે. આ નરાધમે 8 વર્ષની માસુમ બાળાને ગોળાની લાલચ આપીને કૃત્ય આચયુઁ હતું.

વિસાવદરના જેતલવડ ગામમાં રહેતા પરબત દુદા મેર માસુમ બાળકીને ગોળો ખવડાવવાની લાલચ આપી હતી અને તેના સાથે પશુને પણ શરમાવે તેવી હરકત કરી હતી.

આ 8 વર્ષની બાળા તેની સ્કુલથી છુટીને ઘરે આવીને તેના ઘરની બહાર રમતી હતી ત્યારે પરબત દુદા મેર તેને લાલચ આપીતે તેના ઘરે લઇ ગયો હતો. બાળકીના ઘરથી ચોથા નંબરનું ઘર ધરાવતો આ પાડોશી ત્યાં તેના લઇ જઈને તેને આ કૃત્ય આચર્યું હતું. જેના કારણે બાળાના પુથના ભાગે ઈજા થઇ હતી.

બાળકીને પુથના ભાગે દુખાવો થતા તેણે સમગ્ર ઘટના તેની માતાને જણાવી હતી. જેનાથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ વાતની જાણ થતા બાળકીના માતા-પિતા હચમચી ઉઠ્યા હતા અને બાળકીને લઈને નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા.

તમને જણાવી દઈએ કે આરોપી પરબત દુદા મેર છેલ્લા ત્રીસેક વર્ષથી જેતલવડ ગામમાં એક ભાડાના ઘરમાં રહે છે અને તે હીરા ઘસવાનું સાથે જમીનની દલાલીનું કામ કરે છે. તેની પત્ની તો હાલ નથી પરંતુ તેને એક પુત્રી છે જે પડોશમાં જ રહે છે અને  હાલ પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે.