Not Set/ આણંદ: શ્વાન ખરીદવાની નાની વાતે મિત્રએ મિત્રની જ કરી હત્યા

આણંદ આણંદમાં એક મિત્રએ બીજા મિત્રને એક નાની વાતમાં હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આ હત્યા શ્વાનની ખરીદીલેતી વખતે થઇ હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ આણંદની ગણેશ ચોકડી પાસે રેલવેના ઓવરબ્રિજ નીચે યુવકની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે. જયારે યુવક શ્વાનની ખરીદી કરવામાં માટે મિત્ર પાસે જાય છે […]

Top Stories Gujarat Trending
sd આણંદ: શ્વાન ખરીદવાની નાની વાતે મિત્રએ મિત્રની જ કરી હત્યા

આણંદ

આણંદમાં એક મિત્રએ બીજા મિત્રને એક નાની વાતમાં હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આ હત્યા શ્વાનની ખરીદીલેતી વખતે થઇ હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ આણંદની ગણેશ ચોકડી પાસે રેલવેના ઓવરબ્રિજ નીચે યુવકની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે.

જયારે યુવક શ્વાનની ખરીદી કરવામાં માટે મિત્ર પાસે જાય છે તે સમયે કોઈ નજીવી વાતે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને મિત્રો વચ્ચે પહેલા મારામારી થઇ પછી યુવકની ઘાતકી રીતે હત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે.

એવું પણ બહાર આવ્યું છે કે યુવકની હત્યા કરીને વેપારીએ ગણેશ ચોકડી પાસે રેલવેના ઓવરબ્રિજ નીચે ફેંકી દીધો હતો, હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે.

sd 1 આણંદ: શ્વાન ખરીદવાની નાની વાતે મિત્રએ મિત્રની જ કરી હત્યા

આરોપી પોતે  હત્યા કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં હજાર થઇ ગયો હતો. હાલ પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. ક્યાં કારણો સર કરાઈ હત્યા? હત્યા પાછળ અંગત અદાવત હતી કે કઈ બીજું?  પુછપરછ બાદ વધુ ચોંકાવનારી માહિતી પણ બહાર આવી શકે છે.