Not Set/ કેશવાનમાંથી 6 લાખની લૂંટ મામલો, કારની આગળ પાછળ પોલીસ લખેલું જોવા મળ્યું

કેશવાનમાંથી 6 લાખની લૂંટમાં વપરાયેલી કાળા રંગની કાર ફત્તેપુરા પાસેથી મળી આવી છે. કારની આગળ પાછળ પોલીસ લખેલું જોવા મળ્યું હતું. વડોદરામાં આવેલા મુક્તાનંદ ચાર રસ્તા પાસે લૂંટની ઘટના સામે આવી છે. અહીં ATMમાં પૈસા જમા કરાવવા આવેલા કર્મચારીઓ પર બે શખ્સો દ્વારા હુમલો કરી લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. એચડીએફસી બેંકના એટીએમમાં કર્મચારીઓ કેસવાન […]

Gujarat Trending Uncategorized
gandhinagar 3 કેશવાનમાંથી 6 લાખની લૂંટ મામલો, કારની આગળ પાછળ પોલીસ લખેલું જોવા મળ્યું

કેશવાનમાંથી 6 લાખની લૂંટમાં વપરાયેલી કાળા રંગની કાર ફત્તેપુરા પાસેથી મળી આવી છે. કારની આગળ પાછળ પોલીસ લખેલું જોવા મળ્યું હતું. વડોદરામાં આવેલા મુક્તાનંદ ચાર રસ્તા પાસે લૂંટની ઘટના સામે આવી છે. અહીં ATMમાં પૈસા જમા કરાવવા આવેલા કર્મચારીઓ પર બે શખ્સો દ્વારા હુમલો કરી લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.

એચડીએફસી બેંકના એટીએમમાં કર્મચારીઓ કેસવાન લઇને પૈસા જમા કરાવવા આવ્યા હતા. આ દરમિયાન અગાઉથી જ રાહ જોઇ રહેલા બે શખ્સો જેવા કર્મચારી પૈસાનું બેગ લઇને આવ્યા તુરંત બેગ ઝૂંટવી ફરાર થઇ ગયા હતા.

કર્મચારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે આરોપીઓ પાસે પિસ્તોલ અને છરી જેવા હથિયાર પણ હતું જેના વડે હુમલો પણ કર્યો હતો. જો કે સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે લૂંટારુંની બંદૂક મૂકીને ભાગી ગયા છે, જે અમારા કબજામાં છે. સમગ્ર ઘટના એટીએમમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.