Gorakhnath Mandir Attack:/ ગોરખનાથ મંદિરમાં થયેલા હુમલા બાદ ગુજરાત ATS સક્રિય, આરોપીને લઈને થયા ખુલાસા

ગોરખનાથ મંદિરથી ઝડપાયેલા અહેમદ મુર્તઝા અબ્બાસીએ અગાઉ ગુજરાતની મુલાકાત લીધી હોવાનું સામે આવતા ATSની ટીમ એક્ટિવ થઈ છે.

Gujarat Others
ગોરખનાથ

ગોરખનાથ મંદિરના આરોપી મુતર્ઝા અબ્બાસીની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. અબ્બાસીના સાત દિવસના રિમાન્ડ કોર્ટે ATS ને આપ્યા છે. મુતુર્ઝાની સોમવારે મોડી રાત સુધી ATS  દ્વારા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મુતર્ઝાને ગોરખનાથ મઠ જવાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યાં ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. તેના આતંકવાદી કનેક્શનો પણ જાણવા મળ્યા હતા. ATS ની તપાસમાં જાણવા મળ્યું છે કે મુતર્ઝા સિદ્ધાર્થનગરની અલીગઢવા બોર્ડરથી નેપાળમાં પ્રવેશ્યો હતો. અહીંથી પાછા આવ્યા બાદ તેણે અલીગઢવામાં જ એક હથિયાર ખરીદ્યું હતું, જેમાંથી તેણે ગોરખનાથ મંદિરમાં સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ સાથે ATS ની ટીમે મહારાજગંજમાંથી બે શકમંદોની પણ અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ ATS ની ટીમ મુંબઈ અને નેપાળ જવા રવાના થઈ ગઈ છે. સાથે સાથે શંકાસ્પદ ગતિવિધિ કરતો મુર્તઝા અબ્બાસીની તપાસ માટે ગુજરાત ATSની ટીમ ઉત્તરપ્રદેશ જવાની છે.  મુર્તઝાએ ATS ને એમ પણ કહ્યું કે તેણે આતંકવાદી વીડિયો જોયો છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોરખનાથ મંદિરથી ઝડપાયેલા અહેમદ મુર્તઝા અબ્બાસીએ અગાઉ ગુજરાતની મુલાકાત લીધી હોવાનું સામે આવતા ATSની ટીમ એક્ટિવ થઈ છે. ગોરખનાથમાં હુમલો કરવાની કોશિશ કરનારા મુર્તઝાએ જામનગરની મુલાકાત પણ લીધી હતી. મુર્તઝા અબ્બાસીએ જામનગની મુલાકાત શા માટે લીધી હતી શું તેનો ગુજરાતમાં કોઈ પ્લાન હતો? તેણે રાજ્યના કોઈ અન્ય શહેરની મુલાકાત લીધી હતી કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

હવે ગુજરાત ATSની ટીમ ઉત્તરપ્રદેશની ATS ટીમ સાથે મળીને આરોપીનું ગુજરાતમાં આવવાનું કારણ જાણવા માટે પ્રયાસ કરી શકે છે. આ સાથે અહીં કોઈ સ્લીપ સેલ એક્ટિવ કરાયું છે કે કેમ તે અંગે પણ મુર્તઝાની પૂછપરછ થઈ શકે છે. આ સાથે તેના લેપટોપ અને મોબાઈલ ફોનમાંથી જો ગુજરાતને લગતા પુરાવા મળશે તો તે મેળવીને ગુજરાત ATS દ્વારા આ કેસમાં વધારે તપાસ કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, ગોરખપુર મંદિર પર હુમલો કરનાર મુર્તઝાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી અબ્બાસી મોર્તઝાએ વીડિયો જોયા બાદ જેહાદની ટ્રેનિંગ લીધી હતી. ગોરખનાથ મંદિર પર હુમલો થયો તે પહેલા મુર્તઝાએ આ જ વીડિયો 300 વખત જોયો હતો. આ વીડિયો અબુ હમઝાનો જણાવવામાં આવી રહ્યો છે. આ ફાઇલ અરબી ભાષામાં અબીદ તરીકે સેવ કરવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો, આ વીડિયો આરબ દેશમાં નાટો સાથેની લડાઈ દરમિયાન શૂટ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ગેરિલા યુદ્ધ માટે મુજાહિદોની તાલીમમાં થાય છે. પરંતુ તે તાલીમ ભાગ માટે આ માત્ર એક નાનું ટ્રેલર છે.

સોમવારે ATS અને STFની સંયુક્ત ટીમ મહારાજજંગ અને સિદ્ધાર્થનગર જિલ્લામાં ગઈ હતી. બાંસીથી બે યુવકોની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા બન્ને આરોપીઓએ મુર્તઝાને રવિવારે સાંજે મુર્તઝાને બાઈક પર ગોરખનાથ મંદિર પહોંચાડ્યો હતો. આરોપીને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આરોપી મુર્તઝાનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો છે અને તેને ઘટના સ્થળ પર જલદી લઈ જવામાં આવી શકે છે.

તપાસ એજન્સી મુજબ, મુર્તઝાએ પોતાના પિતા પાસેથી થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેનું જૂનું લેપટોપ ખરાબ થઈ ગયું છે, નવું લેપટોપ ખરીદવું છે. તેણે લેપટોપ માટે પિતા પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા. જે પછી 10 માર્ચે તેણે ઓનલાઈન 96 હજારનું એપલનું લેપટોપ ખરીદ્યું હતું. આ લેપટોપમાંથી મળેલી સંદિગ્ધ વસ્તુઓના આધારે ટીમ તેની તપાસ કરી રહી છે. આ સાથે તેનું જૂનું લેપટોપ પણ કબજે લઈને તેનો ડેટા રિકવર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :અરવિંદ કેજરીવાલ દિલ્હી પહોંચે તે પહેલાં ગુજરાતના નેતાઓએ આપ્યો મોટો ઝટકો

આ પણ વાંચો :ખોડલધામ નરેશ પટેલને લઈ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું મોટું નિવેદન, કહ્યું કઈંક ખાસ

આ પણ વાંચો :આવી નજીવી બાબતમાં ચાર યુવકોએ મળીને એક યુવકની કરી દીધી હત્યા

આ પણ વાંચો :કોરોનાથી છૂટકારા તરફ ગુજરાત, ત્રણેય લહેરમાં રાજ્ય પહેલીવાર વેન્ટિલેટર મુક્ત