Not Set/ અમદાવાદ/ અસારવા ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ થયો

થોડા સમય પહેલા જ બાપુનગર અને મણિનગરના ભાજપના વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ સામગ્રી પોસ્ટ કરાઇ હતી, ફરીથી અસારવા ભાજપના એક વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો પોસ્ટ કરાતા વિવાદ ઉભો થયો છે. ધારાસભ્યો, કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો જે ગ્રુપમાં છે તે અસારવા વિધાનસભાના ભાજપના ગ્રુપમાં અશોક કનોજીયાએ અશ્લિલ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના સ્ક્રીન શોટ્સ વાઇરલ થઇ રહ્યાં […]

Ahmedabad Gujarat

થોડા સમય પહેલા જ બાપુનગર અને મણિનગરના ભાજપના વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ સામગ્રી પોસ્ટ કરાઇ હતી, ફરીથી અસારવા ભાજપના એક વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો પોસ્ટ કરાતા વિવાદ ઉભો થયો છે.

ધારાસભ્યો, કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો જે ગ્રુપમાં છે તે અસારવા વિધાનસભાના ભાજપના ગ્રુપમાં અશોક કનોજીયાએ અશ્લિલ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના સ્ક્રીન શોટ્સ વાઇરલ થઇ રહ્યાં છે.જેથી તાત્કાલિક આ ગ્રુપનું નામ પણ બદલી નાખવામાં આવ્યું હતુ.

બાદમાં એડમિન દિનેશ સિસોદીયા દ્વારા આ ગ્રુપ બંધ કરી દેવામાં આવ્યું હતુ. સિસોદીયા નરોડા ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના પર્સનલ સેક્રેટરી છે.આ એ જ થવાણી છે જેમને થોડા સમય અગાઉ એક મહિલા સાથે મારપીટ કરી હતી.

આ અશ્લીલ પોસ્ટ ઘોડા કેમ્પના અશોક કનોજીયાએ મુકી હતી, જેથી આ જ ગ્રુપમાં રહેલા શહેર ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલે પોસ્ટ મૂકીને સ્પષ્ટતા કરી હતી કે મે નહી બીજા અશોકે આ પોસ્ટ કરી છે, શિસ્તતાને વળેલી ભાજપ પાર્ટીના ગ્રુપમાં આવી અશ્લિલ પોસ્ટ થતા તેની ચર્ચાઓ થઇ રહી છે.

નોંધનિય છે કે વીડિયો પોસ્ટ કરનાર વ્યક્તિએ પોતાનો બચાવ કરતા એમ કહ્યું છે કે આ મોબાઇલ બાળકના હાથમાં હતો અને ગેમ રમતા ભૂલથી કોઈ બટન દબાઈ જતા આ પોસ્ટ થઇ ગઇ છે, જેથી હું માફી માંગુ છું.આ કલીપ ડીલીટ કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.