Not Set/ બનાસકાંઠા: ભાજપના યુવા નેતા પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં ભૂલ્યા ભાન, HIV ગ્રસ્ત બાળકો સાથેની સેલ્ફી કરી પોસ્ટ

સરકાર HIV ગ્રસ્ત બાળકોના નામ અને ફોટોની માહિતી ગુપ્ત રાખે છે ત્યારે ભાજપના યુવા નેતા હરેશ ચૌધરીએ આવા બાળકોના ફોટા શેર કરતા વિવાદ વકર્યો છે. કોઈ કાર્યક્રમમાં ગયેલા હરેશ ચૌધરીએ HIV ગ્રસ્ત બાળકો સાથે ફોટો પડાવ્યો હતો અને એ ફોટો તેમણે ફેસબુક પર મુક્યો છે. જેને લઈને વિવાદ સર્જાયો છે. સામાન્ય રીતે HIV ગ્રસ્ત બાળકોની […]

Gujarat
BJAP બનાસકાંઠા: ભાજપના યુવા નેતા પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં ભૂલ્યા ભાન, HIV ગ્રસ્ત બાળકો સાથેની સેલ્ફી કરી પોસ્ટ

સરકાર HIV ગ્રસ્ત બાળકોના નામ અને ફોટોની માહિતી ગુપ્ત રાખે છે ત્યારે ભાજપના યુવા નેતા હરેશ ચૌધરીએ આવા બાળકોના ફોટા શેર કરતા વિવાદ વકર્યો છે.

કોઈ કાર્યક્રમમાં ગયેલા હરેશ ચૌધરીએ HIV ગ્રસ્ત બાળકો સાથે ફોટો પડાવ્યો હતો અને એ ફોટો તેમણે ફેસબુક પર મુક્યો છે.

જેને લઈને વિવાદ સર્જાયો છે. સામાન્ય રીતે HIV ગ્રસ્ત બાળકોની ઓળખ જાહેર કરાતી નથી. કારણ કે જો તેમની ઓળખ જાહેર થાય તો તેમની સાથે સમાજમાં ભેદભાવભર્યા વર્તનની શક્યતાઓ વધી જાય છે.

તેથી તેમના નામ અને ફોટા ગુપ્ત રાખવામાં આવે છે. પરંતુ લાગે છે કે પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં ભાજપના યુવા નેતા હરેશ ચૌધરી ભાન ભૂલ્યા અને HIVગ્રસ્ત બાળકો સાથે પડાવેલો ફોટો ફેસબુક પર પોસ્ટ કરી દીધો.