બોટાદ/ લઠ્ઠાકાંડના 12 દર્દીઓની હાલત વધુ ગંભીર થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 24 લોકોનાં મોત થયા છે અને અન્યની હાલત ગંભીર હોવાની  ઘટના સામે આવી છે.

Top Stories Gujarat
11 25 લઠ્ઠાકાંડના 12 દર્દીઓની હાલત વધુ ગંભીર થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
  • દર્દીઓને અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયા
  • 12 જેટલા દર્દીઓને સિવિલમાં કરાયા દાખલ
  • 12 પૈકીના કેટલાક દર્દીઓની હાલત ગંભીર
  • તમામ દર્દીની સારવાર ચાલુ

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 24 લોકોનાં મોત થયા છે અને અન્યની હાલત ગંભીર હોવાની  ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર  આ લઠ્ઠાકાંડમાં મિથેનોલ વપરાયું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાત સારવાર લઇ રહેલા 12 દર્દીઓની તબિયત વધુ બગડતા તેમને અમદાવાદનીઅસારવા સિવિલ ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખની છે કે ગઇકાલે બોટાદમાં ઝેરી દારૂ પીવાથી  અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે અને જે લોકોની હાલત વધુ ગંભીર થઇ હોવાથી તેમને સત્વરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા આરોપી જયેશે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી થોડા પ્રમાણમાં મિથાઇલ કેમિકલ ચોર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જયેશ 200 લીટર કેમિકલના 60,000 આપ્યા હતા. તો બીજી તરફ, લઠ્ઠાકાંડ મામલે મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરી છે. તાત્કાલિક ધોરણે તપાસ તથા રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ અસર ગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ તંત્રને સૂચના અપાઈ છે.