Not Set/ આજથી બે દિવસ સરકારી બેંકોની હડતાળ, જાણો શું કહ્યું હાઇકોર્ટે

સરકારી અને કેટલીક ખાનગી બેંકોના કર્મચારીઓ શુક્રવારથી બે દિવસ હડતાળ પાડશે. 9 બેંકોના કર્મચારી યુનિયનના ગ્રૂપ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા વેતન વૃદ્ધિ સહિતની અન્ય માંગણીને લઈ હડતાળનું એલાન અપાયું છે. એસબીઆઈ સહિતની અનેક બેંકોએ તેના ગ્રાહકોને સાવધ કરતાં કહ્યું હતું કે, હડતાળ અને ત્યારપછી રવિવાર હોવાથી એટીએમ સહિતની કામગીરી પર અસર પડી શકે […]

Ahmedabad Gujarat
aaaaa 2 આજથી બે દિવસ સરકારી બેંકોની હડતાળ, જાણો શું કહ્યું હાઇકોર્ટે

સરકારી અને કેટલીક ખાનગી બેંકોના કર્મચારીઓ શુક્રવારથી બે દિવસ હડતાળ પાડશે. 9 બેંકોના કર્મચારી યુનિયનના ગ્રૂપ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા વેતન વૃદ્ધિ સહિતની અન્ય માંગણીને લઈ હડતાળનું એલાન અપાયું છે. એસબીઆઈ સહિતની અનેક બેંકોએ તેના ગ્રાહકોને સાવધ કરતાં કહ્યું હતું કે, હડતાળ અને ત્યારપછી રવિવાર હોવાથી એટીએમ સહિતની કામગીરી પર અસર પડી શકે છે.

દરમિયાનમાં બેન્કોની હડતાળ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે હડતાળને જનહિતમાં અયોગ્ય ઠેરવી છે અને સરકારને ઉદ્દેશીને એવી ટકોર કરી છે કે, સરકારી સેવા સાથે સંકળાયેલા લોકો હડતાળ પર જઇ શકે નહી. તેમ છતાં જે કર્મચારી હડતાળ પર જાય તો તેમના પગાર કાપી લેવા અને ખાતાકીય તપાસ પણ કરી શકાશે.

હાઈકોર્ટની બેંચના ચીફ જસ્ટીસ વિક્રમ નાથે કેન્દ્ર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને કહ્યું કે કોર્ટને જવાબ આપવામાં આવે કે આ પ્રકારની બેંક કર્મચારીઓની હડતાળ સામે કેવા પગલા ભરી શકાય.

બેંકિંગ લોકો માટે જરુરી ક્ષેત્ર છે અને જ્યારે બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતારી જાય ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કર્મચારીઓએ બેંકના મેનેજમેન્ટને પોતાના પ્રશ્નો જણાવવા જોઈએ નહીં કે સરકારની નીતિઓનો વિરોધ કરીને હડતાળ પર ઉતરી જવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.