ગાંધીનગર/ ગુજરાત ભાજપમાં આંતરિક કલહ જગ જાહેર, આ નેતાએ નીતિન પટેલને ગણાવ્યા નકામા

ગુજરાતનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરુદ્ધ અમરેલીનાં સાંસદ નારણ કાછડિયાએ FB પોસ્ટ પર કોમેન્ટ કરતા તેમને “નકામા” ગણાવ્યા હતા.

Top Stories Gujarat Others
11 123 ગુજરાત ભાજપમાં આંતરિક કલહ જગ જાહેર, આ નેતાએ નીતિન પટેલને ગણાવ્યા નકામા
  • નીતિન પટેલનાં રાજીનામા બાદ નવો વિવાદ
  • ભાજપનો આંતરિક કલહ આવ્યો સામે
  • નારણ કાછડિયાએ નીતિન પટેલને કહ્યું-નકામા
  • નીતિન પટેલની FB પોસ્ટ પર કરી કોમેન્ટ
  • ગાંધીનગર આવીએ ત્યારે સામે પણ જોતા ન હતા
  • કામની વાત તો પછી રહી
  • કાછડિયાએ નીતિન પટેલ સામે બળાપો કાઢ્યો
  • એક તબીબની બદલી માટે બન્ને વચ્ચે થઈ હતી માથાકૂટ
  • નીતિન પટેલે પક્ષમાં વિભીષણ,મંથરા હોવાનું કહ્યું હતું

ગુજરાત ભાજપનો આંતરિક કલહ હવે જગ જાહેર થઇ રહ્યો છે. થોડા દિવસો પહેેલા રાજ્યનાં મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળને નો રિપીટ થિયરી પ્રમાણે ચેન્જ કરી દેેવામાં આવ્યુ હતુ. વળી રાજ્યમાં પાર્ટીનો ખાસ ચહેરો કહેવાતા નીતિન પટેેલને પણ આ મંત્રીમંડળમાં કોઇ સ્થાન આપવામાં આવ્યુ નહતો, જે બાદથી ભાજપની અંદર કોઇ કલહ હોય તેવુ ચર્ચાઇ રહ્યુ હતુ. જો કે આ ચર્ચાને  અમરેલીનાં સાંસદ નારણ કાછડિયાએ સાચી સાબિત કરી હતી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેેલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ખુલેઆમ એવા શબ્દોનું ઉચ્ચારણ કર્યુ કે જે બતાવે છે કે પાર્ટીમાં All is not Well.

11 124 ગુજરાત ભાજપમાં આંતરિક કલહ જગ જાહેર, આ નેતાએ નીતિન પટેલને ગણાવ્યા નકામા

આ પણ વાંચો – શ્રીનગર / ભાજપનાં કાર્યકાળમાં હિન્દુઓ નહીં પણ સમગ્ર દેશ અને લોકતંત્ર જોખમમાં છેઃ મહેબૂબા મુફ્તી

આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરુદ્ધ અમરેલીનાં સાંસદ નારણ કાછડિયાએ FB પોસ્ટ પર કોમેન્ટ કરતા તેમને “નકામા” ગણાવ્યા હતા. તેમની આ કોમેન્ટ જોયા બાદ સૌ કોઇ ચોંકી ગયા હતા. તેમણે પોતાની કોમેન્ટમાં લખ્યુ કે,  ગાંધીનગર અમે આવતા તો સામે પણ જાેતા ન હતા. હવે પાર્ટીમાં વિભીષણ અને મંથરાની વાતો કરી રહ્યા છે.ભાજપનાં સાસંદે ખુલ્લેઆમ વિરોધીસુર વ્યકત કર્યો હતો. છેલ્લા બે દિવસથી નીતિન પટેલનુ જ્યા રામાયણ હોય ત્યા વિભીષણ-મંથરા તો રહેવાના. આ કોમેંટ પર અનેક કોમેંટ અને વળતા જવાબ આવી રહ્યા છે.

11 125 ગુજરાત ભાજપમાં આંતરિક કલહ જગ જાહેર, આ નેતાએ નીતિન પટેલને ગણાવ્યા નકામા

આ પણ વાંચો – OMG! / મહિલાએ બનાવ્યા ડોલ્ફિન સાથે શારીરિક સંબંધ, બ્રેકઅપ થયુ તો ડોલ્ફિને કર્યુ મોતને વ્હાલું

સરકારનાં ભાજપનાં સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે બળાપો કાઢ્યો અને સોશિયલ મીડિયામાં તેમના વિરુદ્ધ કોમેન્ટ શરૂ કરી લોકોને પાર્ટીમાં ચાલતી આંતરિક કલહ વિશે જાણ કરી છે. એક તબીબની બદલી માટે નીતિન પટેલ અને નારણ કાછડિયા વચ્ચે તુંતું – મેંમેં થઈ હતી ભાજપનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પડતા મુકાયા બાદ અમરેલીનાં સાંસદ નારણ કાછડિયાએ નીતિન પટેલ ગાંધીનગરમાં કોઇ કામ ન કરતા હોવાનો નિર્દેશ કરીને ” નકામા ” કહીને સૌને ચોંકાવી દીધા છે. તાજેતરમા સરકારનાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળમાં ફેરફારો કરી પૂરી સરકાર બદલી દીધી છે.