Not Set/ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો જીતવા માટે BJP ની ચિંતન શિબિર

અમદાવાદ: લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં અગાઉની જેમ જ તમામે તમામ ૨૬ બેઠકો જીતવા માટેના લક્ષ્યને પરિપૂર્ણ કરવા માટે આજથી ગુજરાત BJP ની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. જેમાં લોકસભાની ચૂંટણીની માટે રોડમેપની બ્લ્યુ પ્રિન્ટ ઘડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ, […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
BJP's chintan shibir for win 26 seats of Gujarat in Lok Sabha elections

અમદાવાદ: લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં અગાઉની જેમ જ તમામે તમામ ૨૬ બેઠકો જીતવા માટેના લક્ષ્યને પરિપૂર્ણ કરવા માટે આજથી ગુજરાત BJP ની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. જેમાં લોકસભાની ચૂંટણીની માટે રોડમેપની બ્લ્યુ પ્રિન્ટ ઘડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠક બે દિવસ ચાલશે.

લોકસભા-૨૦૧૯ની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ સે ૨૬ બેઠક જીતવા માટે ગુજરાત ભાજપ દ્વારા રોડ મેપ બનાવવાની કામગીરી આરંભી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપ દ્વારા આજથી બે દિવસીય ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના છારોડી ખાતે ભાજપની આ ચિંતન શિબરનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે. આ શિબરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપની આ શિબિરમાં પક્ષના સંગઠનને કઈ રીતે વધુ મજબૂત બનાવવું, આ સાથે સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ કેવી રીતે સાંધી રાખવો તેમજ વિપક્ષ ઉપર પ્રહારની રણનીતિ ઘડવામાં આવશે. આ ચિંતન શિબિરની સૌથી મહત્વપૂર્ણ એ બાબત છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેવાના છે.

અમિત શાહ દ્વારા લોકસભાની ચૂંટણી અંગે સમગ્ર રણનીતિને અમલીકરણ કંઈ રીતે કરવામાં આવશે અને તેની આગામી દિવસોમાં અસર શું રહેશે એ અંગે ચર્ચા કરશે. સાથે જ સંગઠનને વિવાદ રહિત કઇ રીતે બનાવી શકાય અને આંતરિક જુથબંધી કેવી રીતે દૂર રાખી શકાય તેની પર ચર્ચા કરવામાં આવશે

લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ બેઠક જીતવા માટે ભાજપએ રણનીતિ બનાવવાની કામગીરી શરૂ કરી છે. આ રણનીતિને ચિંતન શિબિરમાં આખરી ઓપ આપવામાં આવશે. આ રણનીતિમાં મુખ્યત્વે ૧૦ મુદ્દા પર ખાસ ભાર આપવામાં આવશે. આ મુદ્દાઓમાં સંગઠનને મજબૂત કરવું, સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ રાખવો, લોકસંપર્ક અને વિપક્ષ ઉપર પ્રહારની રણનીતિ નક્કી કરશે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું માર્ગદર્શન અને મોનીટરીંગ રહેશે.

જેના ભાગરૂપે ગુજરાતભરમાં ભાજપા શક્તિકેન્દ્રો, બુથસમિતિ તેમજ પેજપ્રમુખની સુદ્રઢ વ્યવસ્થાઓ ધરાવે છે. પ્રદેશ સંગઠનથી લઈને બુથ સ્તર સુધીના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની શક્તિને કામે લગાડી આવનારી ચૂંટણીઓમાં ગુજરાતમાં ૨૬માંથી ૨૬ બેઠકો પુનઃ જીતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બને તે માટેનું આંકલન અને સંકલન હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને લોકો સુધી પહોંચવા ઝડપી સેવા મુદ્દે પણ ચર્ચા થશે. આ સાથે નવા આઈડિયા અને નવા ગોલ નક્કી કરી તેને સિદ્ધ કરવા માર્ગદર્શન આપવામાં આવશે.