Not Set/ સુરત : નશામાં ધૂત BMW કાર ચાલકે બાઇક સવારને મારી ટક્કર, એકનું મોત

સુરત, સુરતમાં દારૂના નશામાં ધૂત BMW કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી, આ ઘટનામાં બાઇક પરના બે લોકો પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે BMW કાર કબજે કરી ડ્રાઇવરની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે 50 વર્ષના અશોક ભાઈ ખલાસી સિમેન્ટ બનાવવાની […]

Gujarat Surat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamona 14 સુરત : નશામાં ધૂત BMW કાર ચાલકે બાઇક સવારને મારી ટક્કર, એકનું મોત

સુરત,

સુરતમાં દારૂના નશામાં ધૂત BMW કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી, આ ઘટનામાં બાઇક પરના બે લોકો પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે BMW કાર કબજે કરી ડ્રાઇવરની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે 50 વર્ષના અશોક ભાઈ ખલાસી સિમેન્ટ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતાં હતા, જ્યારે કામ પૂરું કર્યા બાદ તેઓ તેમના સાથી અનિલ ખલાસીની બાઇક પર સવાર થઈને તેમના  ગામ ભીમપોર તરફ જઈ રહ્યાં હતા. ત્યારે જ સુરત એરપોર્ટના ડમ્મસ રોડ પર BMW કાર ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અશોકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેનો સાથી અનિલ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ઘટના સ્થળે રહેલા લોકોનું કહેવું છે કે અકસ્માત બાદ BMW કાર ચાલકે બાઇકને 1 કિલોમીટર સુધી રસ્તા ઘસેડી હતી. અને તેને આ બાબતની જાણ પણ નહોતી. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. સુરત પોલીસના પીઆરઓ જે કે પંડ્યા કહે છે કે ધરપકડ કરાયેલ આરોપી પરેશ જમીનના વેચાણ અને ખરીદીમાં કામ કરે છે. તે રાત્રે મિત્રની ગાડી સુરત લઇને આવ્યો હતો, જ્યાં તેણે દારૂ પીધો હતો, ત્યારબાદ તે નવસારી જઇ રહ્યો હતો. જણાવી દઈએ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા અશોક ભાઈ ખલાસીનો પરિવાર નિરાધાર બની ગયો છે. તેના મૃત્યુ બાદ સમગ્ર પરિવારમાં શોક છવાય ગયો છે. અશોક ભાઈ ઘરે કમાવનાર એકમાત્ર વ્યક્તિ હતા. ઘર તેમના પગાર ચાલતું હતું. મૃતક અશોક ભાઈની પત્નીનું કહેવું છે કે તેનો એક દીકરો છે જે અપંગ છે, તે છેલ્લા કેટલાક સમયથી બેડ રેસ્ટ પર હતો. આવી સ્થિતિમાં આ પરિવાર હવે ભવિષ્યની ચિંતામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન