Not Set/ દુબઈમાં ભારતીયએ કરી બે કેરીની ચોરી, થઇ શકે છે જેલ…

તપાસમાં સાબિત થયું છે કે, તે ભારતીય એ ઓગસ્ટ 2017 માં બે કેરીનીચોરી કરી હતી. પરંતુ હવે 2019 માં આ મામલો કેમ સામે આવ્યો છે. તે અંગેના રેકોર્ડ્સ કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ હવે આ કેસમાં નિર્ણય 23 સપ્ટેમ્બરના રોજ થવાની સંભાવના છે. મુસાફરના સામાનમાંથી બે કેરીની ચોરી કરવા બદલ દુબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર કામ […]

Top Stories World
માંગો દુબઈમાં ભારતીયએ કરી બે કેરીની ચોરી, થઇ શકે છે જેલ...

તપાસમાં સાબિત થયું છે કે, તે ભારતીય એ ઓગસ્ટ 2017 માં બે કેરીનીચોરી કરી હતી. પરંતુ હવે 2019 માં આ મામલો કેમ સામે આવ્યો છે. તે અંગેના રેકોર્ડ્સ કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ હવે આ કેસમાં નિર્ણય 23 સપ્ટેમ્બરના રોજ થવાની સંભાવના છે.

મુસાફરના સામાનમાંથી બે કેરીની ચોરી કરવા બદલ દુબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર કામ કરતા એક ભારતીય શખ્સ સામે કોર્ટ કેસ થયો હતો. 27 વર્ષના એક ભારતીય કર્મચારી પર વર્ષ 2017 માં કેરી ચોરી કરવાનો આરોપ મૂક્યો હતો. વ્યક્તિએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. અને તેને 6 દિરહામની કેરીની ચોરી કરી હતી. આરોપીએ કહ્યું છે કે તેણે તેમને ભારતીયના માલમાંથી ચોરી કરી હતી. ખલીજ ટાઇમ્સના અહેવાલ મુજબ, વ્યક્તિએ કહ્યું કે તે સમયે તરસ્યો હતો અને પાણીની શોધમાં હતો. જ્યારે તેણે ફળોના બોક્સ જોયા તો તેમાં કેરીઓ મળી. અને તેને બે કેરી ખાધી હતી.

પોલીસે આ કેસમાં એપ્રિલ 2018 માં વ્યક્તિને પૂછપરછ માટે બોલાવ્યો હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર ફળ ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તપાસમાં સાબિત થયું છે કે, તેણે ઓગસ્ટ 2017માં આ ફળ ખાધું હતું, પરંતુ હવે આ મામલો કેમ 2019 માં પ્રકાશમાં આવ્યો તે વિશે રેકોર્ડ્સમાં કંઈ કહેવામાં આવ્યું નથી.

દુબઈ પોલીસના વકીલના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર એક સુરક્ષા કર્મચારી સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ્સ ચકાસી રહ્યા હતા ત્યારે તેમને જોયું કે એક કર્મચારી વિમાનમાં ભારત જતા મુસાફરોની બેગ ખોલીને બેઠો હતો. જો તે વ્યક્તિ દોષી સાબિત થાય છે, તો તેણે જેલમાં સજાની સાથે ચોરી કરેલી કેરીની રકમ સાથે દંડ ભરવો પડી શકે છે. આ કેસમાં નિર્ણય 23 સપ્ટેમ્બરના રોજ થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન