Gujarat Board SSC Results/ ગુજરાત બોર્ડ ધોરણ-10ના પરિણામની તારીખો થઈ જાહેર, વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-10ના પરિણામોની તારીખો જાહેર કરવામાં આવી.

Gujarat Others
Beginners guide to 2024 05 09T112448.980 ગુજરાત બોર્ડ ધોરણ-10ના પરિણામની તારીખો થઈ જાહેર, વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરિણામ સાથે હવે ધોરણ-10ના વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધોરણ-12ના પરિણામ જાહેર થવા સાથે ધોરણ-10ના બોર્ડના પરિણામની પણ તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યના શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ 11મેના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારો પરિણામ જાણવા બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર મુલાકાત લઈ શકશે. 11મેના રોજ સવારે 8 વાગ્યે વેબસાઈટ પરિણામ જોઈ શકાશે.

આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-12ના સાયન્સ, કોમર્સ અને આર્ટસ સ્ટ્રીમનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. બોર્ડની જાહેરાત મુજબ વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર કરાયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ મોરબી જિલ્લાનું 91.93 ટકા પરિણામ આવ્યું. જ્યારે સૌથી ઓછું છોટા ઉદેપુર જિલ્લાનું 51.35 ટકા પરિણામ આવ્યું.

રાજ્યમાં ધોરણ-10માં કુલ 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-10 બોર્ડની પરિક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમ્યાન લેવામાં આવી હતી. પરિણામ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓને આ સંદર્ભે કોઈ પ્રશ્ન હશે તો તે માટે અરજી કરી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Live:’બંધારણની રક્ષા માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, કોંગ્રેસ બંધારણને નષ્ટ થવા દેશે નહી’ રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર

આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….