Not Set/ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે બોમ્બે હાઇકોર્ટે અમિત શાહને આપી રાહત

બોમ્બે હાઈકોર્ટે સોહરાબુદ્દીન શેખ સાથેના અથડામણના મામલામાં 2014માં ભાજપ અધ્યક્ષ અમિત શાહને આરોપમુક્ત કરવાના નીચેની કોર્ટના નિર્ણયને પડકાર ન આપવા સીબીઆઈના નિર્ણય સામે નોંધાયેલ એક જનહિતની અરજીને શુક્રવારે ફગાવી દીધી. ન્યાયમૂર્તિ રંજીત મોરે અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની ખંડપીઠે કહ્યું કે અદાલત અરજી પર કોઇ રાહત આપવાના ઇચ્છુક નથી. બોમ્બે લોયર્સ એસોસિએશન તરફથી નોંધાયેલ અરજીના મામલામાં […]

Top Stories Gujarat
images 1541147726888 amit shah સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે બોમ્બે હાઇકોર્ટે અમિત શાહને આપી રાહત

બોમ્બે હાઈકોર્ટે સોહરાબુદ્દીન શેખ સાથેના અથડામણના મામલામાં 2014માં ભાજપ અધ્યક્ષ અમિત શાહને આરોપમુક્ત કરવાના નીચેની કોર્ટના નિર્ણયને પડકાર ન આપવા સીબીઆઈના નિર્ણય સામે નોંધાયેલ એક જનહિતની અરજીને શુક્રવારે ફગાવી દીધી.

ન્યાયમૂર્તિ રંજીત મોરે અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની ખંડપીઠે કહ્યું કે અદાલત અરજી પર કોઇ રાહત આપવાના ઇચ્છુક નથી. બોમ્બે લોયર્સ એસોસિએશન તરફથી નોંધાયેલ અરજીના મામલામાં શાહને આરોપમુક્ત કરવાના નિર્ણયને પડકારતા સીબીઆઈના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

Bombay High Court e1541161179147 સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે બોમ્બે હાઇકોર્ટે અમિત શાહને આપી રાહત
mantavyanews.com

કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, અમે અરજી ફગાવી રહ્યાં છે. અમે કોઇ રાહત આપવા નથી માંગતા. ખાસ કરીને જ્યારે અરજીકર્તાઓ એક સંગઠન છે અને તેના આ મામલા સાથે કોઇ લેવા દેવા નથી.

સીબીઆઈની વિશેષ અદાલતે 2014માં આ મામલામાં શાહને આરોપમુક્ત કરવામાં આવ્યાં હતાં. સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસર બી 2005માં ગુજરાત પોલીસની કથિત અથડામણમાં માર્યા ગયા હતાં.